Gandhinagar News/ ‘હું 8 પાસ નથી, BA.LLB ભણેલો છું’ – ઇટાલિયાના નિવેદન બાદ વિધાનસભામાં રાજકીય ગરમાવો

ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ BA.LLB સુધી ભણેલા છે અને પોતાને સમજદાર માને છે, પરંતુ તેઓ કોઈને નાનો બતાવીને પોતાને મોટું બનાવવા માગતા નથી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
વિધાનસભામાં બોલ્યા Gopal Italia: ‘હું BA.LLB ભણેલો છું!’

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ ગૃહમાં રાજકીય ચર્ચા અને તીખી ટીકા-ટિપ્પણીઓનું વાતાવરણ સર્જાયું હતું. આ ચર્ચાની શરૂઆત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’ ઉઠાવી કરીને કરી હતી. તેમણે પ્રશ્નોત્તરી કાળની પ્રક્રિયા અને તેમાં સમયના ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

પ્રશ્નોત્તરી કાળમાં સમય બગાડાતો હોવાનો આક્ષેપ

ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ જણાવ્યું હતું કે, પ્રશ્નોત્તરી કાળ માટે માત્ર એક કલાકનો સમય હોય છે, પરંતુ મંત્રીઓ દ્વારા લાંબા જવાબો આપવાના કારણે અને સભ્યો દ્વારા અભિનંદન કે રાજકીય ટિપ્પણીઓ થવાને કારણે સમયનો યોગ્ય ઉપયોગ થતો નથી. તેમના કહેવા પ્રમાણે, અગાઉ એક કલાકમાં વધુ પ્રશ્નો લેવામાં આવતા હતા, જ્યારે હાલ ખૂબ ઓછા પ્રશ્નો ચર્ચામાં આવે છે. જેના કારણે ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવતા મહત્વના મુદ્દાઓ પૂરતા પ્રમાણમાં ચર્ચાઈ શકતા નથી.

 

‘હું BA.LLB ભણેલો છું’: Gopal Italia

ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ BA.LLB સુધી ભણેલા છે અને પોતાને સમજદાર માને છે, પરંતુ તેઓ કોઈને નાનો બતાવીને પોતાને મોટું બનાવવા માગતા નથી. આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ગરમાઈ ગઈ હતી.

ગુજરાત વિધાનસભા

હર્ષ સંઘવીની ટિપ્પણીથી ચર્ચા ઉગ્ર

આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi)એ પણ ટિપ્પણી કરતા કહ્યું કે, કદાચ કોઈએ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. તેમના આ નિવેદન બાદ ગૃહમાં રાજકીય ચર્ચા વધુ તીવ્ર બની હતી.

કોંગ્રેસનો પણ સમર્થનભર્યો અભિપ્રાય

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ આ મુદ્દે ઇટાલિયા (Gopal Italia)ને સમર્થન આપતા જણાવ્યું કે ધારાસભ્યોને મીડિયા સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. તેમણે પણ કહ્યું કે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ખૂબ ઓછા પ્રશ્નો લેવામાં આવતા હોવાથી સભ્યોના મુદ્દાઓ પર પૂરતી ચર્ચા થઈ શકતી નથી.

ગુજરાત વિધાનસભામાં બોલ્યા Gopal Italia

મોઢવાડિયાની પ્રતિક્રિયા

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ ગૃહમાં પ્રતિસાદ આપતા જણાવ્યું કે વિધાનસભામાં પ્રશ્નો પૂછતી વખતે શિસ્ત અને સંયમ જાળવવો જરૂરી છે. તેમણે કહ્યું કે ગૃહમાં કોઈએ એવો ભાવ ન રાખવો જોઈએ કે પોતાને સિવાય બીજા બધા અજ્ઞાન છે.

અધ્યક્ષની સૂચના

ચર્ચા લાંબી ખેંચાતાં વિધાનસભા અધ્યક્ષે સભ્યોને સંયમ રાખવા અને પ્રશ્નોત્તરી કાળનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી. તેમણે જણાવ્યું કે મંત્રીઓએ શક્ય હોય ત્યાં સુધી સંક્ષિપ્ત જવાબ આપવા જોઈએ જેથી વધુ પ્રશ્નો પર ચર્ચા થઈ શકે. આ મુદ્દે અંતિમ નિર્ણય અંગે અધ્યક્ષે પોતાનો નિર્ણય હાલ માટે પેન્ડિંગ રાખ્યો હોવાનું જણાવ્યું.

ડ્રગ્સ અને કાયદો-વ્યવસ્થા મુદ્દે જીગ્નેશ મેવાણીના પ્રશ્નો

ચર્ચા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યમાં ડ્રગ્સ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ડ્રગ્સનો પ્રશ્ન ચિંતાજનક બની રહ્યો છે.

જીગ્નેશ મેવાણી

મેવાણીએ કેન્દ્ર સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં અંદાજે 19 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરે છે, જેમાં લગભગ 1.85 લાખ મહિલાઓ સામેલ છે. એટલે દર 100માંથી આશરે 7.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી હોવાનું સામે આવ્યું છે.

તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં અંદાજે 25 થી 30 લાખ લોકો ડ્રગ્સના વ્યસનમાં હોવાની સંભાવના છે. રાજ્યમાં આશરે 1.30 લાખ લોકો વ્યસનમુક્તિ માટે રાહ જોઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

મેવાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્યમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયા હોવા છતાં તેની પાછળ કોણ છે તે મુદ્દે હજુ પણ સ્પષ્ટતા થતી નથી. તેમણે કહ્યું કે હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ પકડાયા હોવા છતાં તેની સપ્લાય ચેઇન કોણ ચલાવે છે તે પ્રશ્ન હજી અનઉકેલ છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં ટાઈફોડના કેસ મુદ્દે વિધાનસભામાં હોબાળો, જીગ્નેશ મેવાણીએ કહ્યું ‘પાટનગરમાં 40% પાણી ફેલ’

આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા રવાના થયા

આ પણ વાંચો:આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત