Breaking News/ અમદાવાદના પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં બોમ્બ વિસ્ફોટ

અમદાવાદના પાલડીમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં રહસ્યમયી બોમ્બ વિસ્ફોટ થયો છે. તેના પગલે પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad CTM BRTS Accident

Ahmedabad News: અમદાવાદના પાલડીમાં આજે એક ચોંકાવનારી ઘટના બની. ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં અચાનક એક અજાણ્યું પાર્સલ રહસ્યમય રીતે વિસ્ફોટ થયું,  તેના કારણે વ્યાપકપાયા પર ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને નુકસાન થયું. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પાલડીની ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસ પાર્સલનું મૂળ અને તેમાં શું હતું અને શેના કારણે વિસ્ફોટ થયો તે અંગે હવે તપાસ કરી રહી છે. FSL ટીમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.