clarification/ મધુ શ્રીવાસ્તવના પોલીસને ખિસ્સામાં રાખવા નિવેદન મુદ્દે  DGP આશિષ ભાટીયાની સ્પષ્ટતા, કહ્યું,…

મધુ શ્રીવાસ્તવના પોલીસને ખિસ્સામાં રાખવા નિવેદન મુદ્દે  DGP આશિષ ભાટીયાની સ્પષ્ટતા, કહ્યું,…

Gujarat Others
  • અમે કોઈ કાર્યવાહી નથી કરી
  • ચૂંટણીપંચ સ્ક્રુતિની કરીને કહેશે તો કરીશું

વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર તેમના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. હાલમાં જ પત્રકારને કેમેરા સામે ધમકી આપતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે  જીલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર હતા.

Political / ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

 તેઓ એ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ તેમ બોલી ગયા કે “કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું.”

તેમના આવા નિવેદનો અને વર્તનને લઈને ગાંધીનગર સુધી તેમની ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યના DGP આશિષ ભાટીયાએ પણ તેમના વાણી વિલાસ અંગે સ્પષ્ટતા કરવી પડી છે.  જોકે આ મુદ્દે તેમને જણાવ્યું હતું કે, આ ચૂંટણીપંચનો વિષય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મધુ શ્રીવાસ્તવે  આ શબ્દ પ્રયોગ કર્યો હતો. જો ચૂંટણી પંચ કહેશે તો અમે આ અંગે કાર્યવાહી કરીશું.

અરવલ્લી / જીલ્લા પોલીસવડાની કચેરીમાં જ પોલીસનો દારૂનો વેપાર..? LCB એ ઝડપેલા દારૂની હેરાફેરી