Political/ ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

Gujarat Others

ડીસામાં ભાજપના ૧૨ બળવાખોર કાર્યકરો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણીને લઈને હાલમાં દરેક પાર્ટીમાં આયારામ ગયારામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ પોતાની સ્વેચ્છા એ તો કોઈ દબાણ હેઠળ તો કોઈ નારાજ થઇ અન્ય પાર્ટીમાં જઈ રહ્યું છે. ત્યારે ડીસા ભાજપમાં પણ આવી જ એક ઘટના જોવા મળી છે.  ભાજપે પાલિકાના પૂર્વ કોર્પોરેટર સહિતના ૧૨ સભ્યોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ  મચી ગયો છે.

ડીસામાં નગર પાલિકાની સામાન્ય ચુંટણી ૨૦૨૧ ને લઈને ભાજપના અનેક કાર્યકરોમાં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ ફેલાયો છે.  જેથી પૂર્વ કોર્પોરેટર સહિત ૧૨ જેટલા કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના સામે બળવો કરી અપક્ષ તેમજ અન્ય પાર્ટીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેને લઈ પાર્ટીની પ્રણાલી મુજબ ગેરશીસ્ત કરેલ હોવાથી ભાજપના જીલ્લા પ્રમુખ ગુમાનસીંગ ચૌહાણની સુચનાથી પુવઁ નગર પાલીકા કોર્પોરેટર સહીત ૧૨ જેટલા કાયઁકરો લને પાર્ટીના પ્રાથમિક સભ્ય તથા સક્રિય સભ્ય તેમજ તમામ પદ ઉપરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાલનપુર બાદ ડીસામાં પણ પાર્ટી સામે બળવો કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરાતા પાર્ટી વિરુદ્ધ કાયઁ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

સસ્પેન્ડ કાર્યકરોની યાદી

મંજુલાબેન કિરણભાઈ રાવળ
કિરણભાઈ બાબુલાલ રાવળ
રમેશભાઈ અમરાજી માજીરાણા
જયોત્સનાબેન વિપુલકુમાર પઢિયાર
વિપુલકુમાર રમેશભાઈ પઢિયાર
મધુબેન શ્રવણભાઈ કેલા
કલ્પનાબેન ચન્દ્રકાંતભાઇ આચાર્ય
ચન્દ્રકાંતભાઇ પરસોતમભાઈ આચાર્ય
દાડમબેન કુંભાજી માળી
કુંભાજી ધુંખાજી માળી
રતિલાલ સ્વરુપલાલ ત્રિવેદી
વિજયકુમાર ઈશ્વરલાલ દવે

ઉલ્લેખનીય છે કે મહેસાણામાં પણ ભાજપે બગાવતી સુર વગાડતા 15 સભ્યોને પાર્ટીમાંથી પાણીચું પકડાવ્યું છે. મહેસાણા  ભાજપે 15 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. મહેસાણા શહેરના બે સભ્યો, તાલુકાના બે કાર્યકરો, ઉંઝાના 11 સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. પાર્ટી સામે બળવો કરનાર સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. આ તમામ સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. મહેસાણા જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરી હતી.

પાટણ જિ.ભાજપમાં 13 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 13 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ  કરાયા છે.  પાટણ શહેરમાં 7 અને સિદ્ધપુરમાંથી 6 સભ્યોને  પાટણ જિ.પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા સસ્પેન્ડ કર્યા છે. આ સભ્યોએ અન્ય પક્ષમાંથી અને અપક્ષમાંથી ઉમેદવારી નોધાવી હતી. પક્ષમાંથી ટિકીટ ના મળતા નારાજ થઇ ઉમેદવારી  નોંધાવી હતી.