Not Set/ અમદાવાદ/ રામોલના એક એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

અમદાવાદમાં દિનપ્રતિ દિન હત્યાનાં કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. શહેરના અમરાઈવાડી અને વેજલપુર બાદ હવે રામોલમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.   રામોલનાં એક એપાર્ટમેન્ટમાં મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો પતિ બહારગામ હોવાથી તે ઘરે એકલી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં દિનપ્રતિ દિન હત્યાનાં કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. શહેરના અમરાઈવાડી અને વેજલપુર બાદ હવે રામોલમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.   રામોલનાં એક એપાર્ટમેન્ટમાં મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો પતિ બહારગામ હોવાથી તે ઘરે એકલી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ઘરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલાં સરીતા એપાર્ટમેન્ટમાં એક મહિલાનો લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ મહિલાનું નામ સૌકી ઉર્ફે મીરા છે. સૌકીએ આઠ વર્ષ પહેલા તેના પતિનું નિધન થતાં રામસ્વરૂપદાસજી સાધુ નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. બને વસ્ત્રાલ ખાતે રહેતા હતા. રામસ્વરૂપદાસજી કપડવંજ ખાતે પણ રહેતા અને ખેતી તથા સેવા પુજાનું કામ પણ કરતા હતા.

ગુરુવારે સૌકીનાં ધર્મના ભાઈએ શબ્બીરને ફોન કર્યો કે તેના ઘરનો દરવાજો કોઈ ખોલતું નથી. જેથી શબ્બીર ભાઈ ત્યાં પહોંચ્યા હતા. પણ ઘરની ચાવી ન હોવાથી ફર્નિચર બનાવનારને બોલાવી આ ચાવી મેળવી અને ઘર ખોલ્યું હતું. ઘર ખોલતા જ તીવ્ર વાસ આવવા લાગી બુમાબુમ કરતા સૌકી બહાર આવી ન હતી. જો કે સૌકી મૃત હાલતમાં મળી આવી હતી. શરીરના ભાગે ચાકુના નિશાન હતા. તેથી ચાકુ મારી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફરિયાદમાં મૃતકના ભાઇએ રામસ્વરૂપદાસજીને અન્ય સ્ત્રી સાથે સબંધ હતા અને તે બાબતે સૌકી વાત કરતી ત્યારે ઝગડા થતા હતા. મૃતકના ભાઇએ બહેનના પતિ પર જ શંક ઉપજાવી છે. હાલ આ શંકાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.