ગુજરાત/ રાજ્યમાં ત્રણેય ઋતુનો અનુભવ કરી રહી છે જનતા, ખેડૂતોમાં વધી ચિંતા

રાજ્યમાં મંગળવારનો દિવસ જાણે ઉનાળાની શરૂઆત થઇ હોય તેવો રહ્યો હતો. લોકોએ દિવસે ભારે ગરમીનો અહેસાસ કર્યો હતો, ઘણા લોકો કારમાં એસી ચાલુ રાખવ માટે મજબૂર બન્યા હતા.

Top Stories Gujarat Others
માવઠા વચ્ચે ખેડૂતો ચિંતામાં
  • ગુજરાતમાં ફરી માવઠાના એંધાણથી ખેડૂતો ચિંતામાં
  • 5 અને 6 જાન્યુ.એ પડી શકે છે કમોસમી વરસાદ
  • ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર,કચ્છમાં વરસાદ પડવાની શક્યતા
  • તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જતાં ઠંડી પણ વધી શકે
  • વારંવાર માવઠાથી રવી પાકને નુકસાનીની ભીતિ

રાજ્યમાં મંગળવારનો દિવસ જાણે ઉનાળાની શરૂઆત થઇ હોય તેવો રહ્યો હતો. લોકોએ દિવસે ભારે ગરમીનો અહેસાસ કર્યો હતો, ઘણા લોકો કારમાં એસી ચાલુ રાખવ માટે મજબૂર બન્યા હતા. વળી છેલ્લા બે દિવસથી લોકોએ પંખા પણ શરૂ કરી દીધા છે. જો કે આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યમાં આવનારા દિવસોમાં માવઠુ થઇ શકે છે.

આ પણ વાંચો – સાવધાન! / WHO એ ઓમિક્રોનને લઇને આપી ચેતવણી, વધતા કેસ વધુ ખતરનાક વેરિઅન્ટને આપી શકે છે આમંત્રણ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું મોંજુ ફરી વળ્યુ છે. જણાવી દઇએ કે, હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ લોકો ત્રણેય ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઠંડી અને ગરમી વચ્ચે હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગે ઉત્તરગુજરાતને લઈને આગાહી કરી છે. આગામી બે દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે આગામી દિવસમાં વાતાવરણ પણ વાદળછાયું રહેશે અને રાજ્યનાં ઘણા વિસ્તારો એકવાર ફરી પાણીથી ભીંજાઇ જશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાલનપુર, ડીસા, જેવી જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો જોવા મળશે. જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો હવામાન ખાતાનાં નિષ્ણાતે જણાવ્યું હતું કે, આગામી દિવસ હાલનાં તાપમાન કરતા બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે. રાજ્યમાં વારંવાર માવઠાથી રવી પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / વિશ્વમાં કોરોનાનો અજગર ભરડો! 24 કલાકમાં નોંધાયા લાખો નવા કેસ, US સૌથી વધુ અસરગ્રસ્ત

ઉલ્લેખનીય છે કે, એકવાર ફરી શિયાળામાં માવઠાની અસર જોવા મળી રહી છે. આ એક એવો સમય છે જ્યારે ખેડૂતો શિયાળા પાકની વાવણી કરી ચુક્યા છે અને જો વરસાદ પડશે તો ખેડૂતોનાં પાકનું શું થશે તેને લઈને હાલ ખેડૂતો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. આ વખતે વરસાદ શિયાળામાં પણ જોવા મળ્યો હતો જેથી ખેડૂતોનો પાક પણ નિષ્ફળ ગયો હતો.