- કોરોનાના 21 મહિનામાં દેશમાં 1.47 લાખ બાળકો અનાથ
- રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગની માહિતી
- આયોગે સુપ્રિમકોર્ટમાં આપી છે માહિતી
- ઓડિસાના 24 હજાર કરતાં વધુ બાળકો અનાથ
- અનાથ બાળકોમાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે
- ગુજરાતમાં 14 હજાર કરતાં વધુ બાળકો અનાથ
- અનાથ એટલે માતા-પિતા બંન્ને છત્ર ગુમાવનારા બાળકો
દુનિયાભરમાં કોરોનાનાં કારણે લોકોનું જીવન ચક્ર પૂરી રીતે ફેરવાઇ ગયુ છે. અંદાજે 2 વર્ષ પહેલા લોકોનું જીવન જેવુ હતુ તેવુ આજે બિલકૂલ પણ નથી. ચીનમાંથી ઉદ્ભવેલી આ મહામારીએ ભારતમાં પણ મોટી તબાહી મચાવી છે. એક માહિતી મુજબ દેશમાં કોરોનાનાં કારણે લાખો બાળકો અનાથ થઇ ગયા છે.
આ પણ વાંચો – કોરોનાને ખુલ્લુ આમંત્રણ / ચોટીલા યાત્રાધામમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ત્રણ દિવસના મિની વેકેશનના પગલે લોકોની ભીડ ઉમટી પડી
આપને જણાવી દઇએ કે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વૃદ્ધિ આવી રહી છે. થોડા દિવસો પહેલા જે કેસ હજારોમાં આવી રહ્યા હતા તે હવે લાખોમાં આવી રહ્યા છે. આવી જ સ્થિતિ કોરોનાની બીજી લહેરમાં પણ જોવા મળી હતી. જે સમયમાં દેશનાં કરોડો લોકોનું પરિવાર પ્રભાવિત થયુ હતુ. રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગની માહિતી અનુસાર, કોરોનાનાં 21 મહિનામાં ભારતમાં અંદાજે 1.47 લાખ બાળકો અનાથ થઇ ગયા છે. જેમા સૌથી વધુ ઓડિસામાં 24 હજાર કરતા વધુ બાળકો અનાથ થયા છે. આ બાળકોનાં માથે હવે તેમના માતા-પિતાનો હાથ રહ્યો નથી. આ માહિતી આયોગે સુપ્રીમકોર્ટમાં આપી છે. વળી આ મામલે ગુજરાતની વાત કરીએ તો તેનો ત્રીજો ક્રમ આવે છે. એક આંકડા મુજબ ગુજરાતમાં 14 હજાર કરતા વધુ બાળકો અનાથ થઇ ગયા છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ લોકો પ્રભાવિત થયા હતા અને હવે ત્રીજી લહેરની શરૂઆત થઇ હોય તેવા આંકડાઓ રોજ સામે આવી રહ્યા છે. WHO નાં જણાવ્યા અનુસાર, આ મહામારીથી બચવા માટે સાવચેતી સૌથી મોટુ પગલુ રહેશે. જે લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી તેઓ જલ્દી જ વેક્સિન લઇ લે અને ત્યારબાદ પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરે તો આ મહામારીને હરાવી શકાય છે.
