કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં ‘સ્વદેશી’ કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજીમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરશે. તેમણે માહિતી આપી કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને અન્ય એજન્સીઓ સ્વદેશી કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી વિકસાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. સરકારે ડ્રોન વિરોધી સંશોધન અને વિકાસ યોજનાઓને પૂર્ણ ટેકો આપ્યો છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) આ નવા જોખમને દૂર કરવા માટે ‘સ્વદેશી’ ડ્રોન એન્ટી-ટેકનોલોજી વિકસાવવા માટે કામ કરી રહ્યું છે, તેમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) 18ના અલંકરણ સમારોહમાં કહ્યું છે. મને ખાતરી છે કે અમે ટૂંક સમયમાં એન્ટી ડ્રોન ટેકનોલોજી સુધારીશું. ગૃહ પ્રધાનનું આ નિવેદન ગત મહિને જમ્મુ એરફોર્સ બેઝ પર ડ્રોન એટેક પછી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ 27 જૂને વહેલી સવારે જમ્મુ શહેરના ભારતીય વાયુસેના સ્ટેશન પર ડ્રોન દ્વારા બે બોમ્બ ફેંકી દીધા હતા, જેના કારણે બે જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પ્રથમ વિસ્ફોટ સવારે 1.40 ની આસપાસ થયો હતો, જેના કારણે એરપોર્ટના તકનીકી વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ હતી. એરફોર્સ આ સ્થાનની જાળવણીનું ધ્યાન રાખે છે. બીજો વિસ્ફોટ પાંચ મિનિટ પછી જમીન પર થયો. આ વિસ્ફોટોમાં એરફોર્સના બે જવાન સહેજ ઘાયલ થયા છે.
વાયુસેના પ્રમુખે આ હુમલાઓને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતીય વાયુ સેના આવી સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તેની ક્ષમતાને વધુ મજબૂત કરી રહી છે. કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. કેટલીક સિસ્ટમો કામ પર મૂકવામાં આવી છે. એર ચીફે કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં અમારી પાસે પૂરતી સિસ્ટમો હશે.અમે લક્ષ્ય નિર્ધારિત કરી આ પ્રકારના ખતરા થી બચવા માટેના રસ્તાઓ શોધી કાઢીશું. કોઈપણ ભારતીય સૈન્યના ઠેકાણા પર આ પ્રકારનો પ્રથમ હુમલો હતો.

