Kheda News/ વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેનની થશે નિમણુંક

ડૉ. સંતવલ્લભ સ્વામી બનશે ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન

Top Stories Gujarat

Kheda News : વડતાલ ટોમ્પલ બોર્ડના નવા ચેરમેનની નિમણૂક કરવાની તૈયારી ચાલી રહી છે. જેમાં ડો.સંતવલ્લભ સ્વામી ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે. આગામી 13 એપ્રિલ બાદ ડો.સંત વલ્લભ સ્વામી ચેરમેનનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે. સંત સ્વામી અગાઉ મુખ્ય કોઠારીની ભુમિકા નિભાવી ચુક્યા છે. નવા બનનારા ચેરમેન ડો.સંતવલ્લભ સ્વામી કંડારીના સાધુ છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિર બોર્ડની યોજાનારી ચૂંટણીમાં કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર બોર્ડ બિનહરીફ થયા છે. વડતાલ મંદિર બોર્ડની ચૂંટણીમાં સાતેય સભ્યો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.

નડિયાદના સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિર બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારીવિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડતાલ મંદિર બોર્ડની ઈ.સ.1975થી સ્કિમનો અમલ શરૂ કરાયો છે, ત્યારે 50 વર્ષના ઈતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વડતાલ મંદિર બોર્ડના ચાર વિભાગોમાં સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ તથા હરિભક્ત વિભાગના મળી કુલ સાત સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે.

જેમાં સંત વિભાગમાંથી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી ગુરૂ ભક્તિપ્રિયાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભભગત ગુરૂ નીલકંઠચરણ દાસજી (સુરત) તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બીપીનચંન્દ્ર પટેલ (પીપળાવ), અલ્પીત પંકજભાઈ પટેલ (વડોદરા) તથા સંજય હીરાલાલ પટેલ (ગોધરા)ને બિનહરીફ જાહેર કરાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:1 એપ્રિલથી કેનેડામાં લઘુત્તમ વેતન વધારીને $17.30 કરાયું, ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે

આ પણ વાંચો:કેનેડામાં PR ધરાવતા બે ભારતીયોએ કેમ પરત ફરવાનો નિર્ણય લીધો…

આ પણ વાંચો:ભારતીય મૂળની રૂબી ધલ્લા પણ કેનેડા PMની રેસમાં ઉતરી, જાણો કેટલા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે