પટના પોલીસ મોકમાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના નિવાસ સહિતના સ્થળોએ દરોડા પાડવા માટે તત્પર દેખાઈ રહી છે પરંતુ તેમના કટ્ટર હરીફ અને દુશ્મન વિવેક પહેલવાન ના ત્યાં દરોડા પાડવામાં તદન નિરસતા દેખાડી રહી છે. અને આવા જ વિડિયો સોસિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહ્યા છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક યુવક બે-બે AK -47 હાથમાં લઈને લહેરાવી રહ્યો છે. આ મામલે પટણા પોલીસ હજુ સુધી મૌન કેમ છે…? આ વિડીયો ને લઈને અનંત સિંહના સમર્થકોએ શાસન પર પ્રશ્નો ઉભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ત્રણ યુવકો એક-એક કરીને AK -47 લહેરાવી રહ્યા છે. તે બીજા કોઈ નહીં પણ અનંત સિંહના કટ્ટર હરીફ અને દુશ્મન વિવેક પહેલવાનના સબંધી છે. આ કેસમાં પણ કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલ છે. પટના પોલીસે મોડી રાત્રે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
સમર્થકોએ માંગ કરી છે કે, આ કેશમાં સીબીઆઈની તપાસ કરવામાં આવે. તેમનું કહેવું છે કે બાઢના એએસપી લિપી સિંઘ આ કેસના આઇઓ છે,અને જેની પર વિશ્વાસ નથી. જણાવી દઈએ કે અનંતસિંહ પહેલાથી કહેતા આવ્યા છે કે, મને ફસાવવામાં આવ્યો છે. તેમણે જેડીયુના સાંસદ લલ્લન સિંહ અને મંત્રી નીરજ સિંહ પર આ કાવતરનો આરોપ પણ મૂક્યો છે.
રૂરલ એસપી કાંતેશકુમારે જણાવ્યું હતું કે વીડિયો જોયા પછી જ તપાસ વિશે કંઇક કહી શકાય. હવે સવાલ એ છે કે ધારાસભ્ય અનંત સિંહનાપૂર્વજોના મકાન નદવાનમાં ઘરે મધ્ય રાત્રિએ દરોડા પાડીને પોલીસે એક AK 47 અને 2 હેન્ડ ગ્રેનેડ મેળવ્યા હતા, તો શું પોલીસ ને આ વિડીયો જોયા પછી પણ શંકા કેમ નથી થતી કે, અનંતસિંહના દુશ્મન એવા વિવેકા પહેલવાનના ઘરે પણ કોઈ હથિયાર હોઈ શકે છે. તેની વિરુદ્ધ કાર્યવાહીમાં કેમ તંત્ર કચાસ વર્તી રહ્યું છે. .?
ઉલ્લેખનીય છે કે, અનંતસિંહ હાલમાં AK 47 કેશમાં બૌર જેલમાં બંધ છે, જેની પોલીસ બે દિવસના રિમાન્ડ પર પૂછપરછ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
