Not Set/ શાહજહાંપુર કેસ મામલામાં ગુમ થયેલ યુવતીને શોધવા યુપી પોલીસે શરૂ કરી તૈયારી

દેશમાં આજે એક એવા માહોલનું નિર્માણ થઇ ગયુ છે કે મહિલા માટે તેનો અવાજ ઉઠાવવુ જાણે મુશ્કેલ બની ગયુ છે. તાજેતરમાં એક ઘટના સામે આવી જેમા પૂર્વ કેદ્રીય ગૃહ રાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર એક 23 વર્ષીય યુવતીએ ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં તે યુવતી ગુમ થઇ ગઇ છે. જેને શોધવા યુપી પોલીસે તૈયારી […]

Top Stories India

દેશમાં આજે એક એવા માહોલનું નિર્માણ થઇ ગયુ છે કે મહિલા માટે તેનો અવાજ ઉઠાવવુ જાણે મુશ્કેલ બની ગયુ છે. તાજેતરમાં એક ઘટના સામે આવી જેમા પૂર્વ કેદ્રીય ગૃહ રાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર એક 23 વર્ષીય યુવતીએ ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં તે યુવતી ગુમ થઇ ગઇ છે. જેને શોધવા યુપી પોલીસે તૈયારી શરૂ કરી છે. આ યુવતી ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુરમાં લો કોલેજનો અભ્યાસ કરે છે.

આપને જણાવી દઇએ કે, જે સમયથી યુવતી દ્વારા સ્વામી ચિન્મયાનંદ પર આરોપ મૂકવામાં આવ્યો છે, ત્યારથી તે ગુમ થઇ ગઇ છે. હવે ઉત્તર પ્રદેશ પોલીસે આ કેસમાં સર્ચ ઓપરેશન તેજ કર્યુ છે અને યુવતીને શોધવા માટે સાત ટીમો બનાવી છે. છેલ્લી વાર ગુમ થયેલી યુવતીને દેશની રાજધાની દિલ્હીની હોટલની બહાર જોવામાં આવી હતી, જ્યાં ટીમ પહોચી હતી, તેની સાથે ગયેલા એક છોકરાનું ઓળખકાર્ડ પણ મળી આવ્યું છે. જો કે હજુ સુધી યુવતી મળી નથી.

સુત્રોનાં જણાવ્યા અનુસાર છેલ્લી વખત તેણે તેની માતા સાથે વાત કરી હતી, જ્યારે તે ખૂબ જ નર્વસ હતી. પોલીસ છેલ્લા ત્રણ દિવસથી યુવતીની શોધમાં છે પરંતુ તેને સફળતા મળી નથી. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ મામલો સામે આવ્યો છે ત્યારથી તે વિવાદ વધતો ગયો છે. રાજકીય નિવેદનો બાદ આ મામલે વધુ ભાર મુકાયો છે, જે પછી સ્વામી ચિન્મયાનંદ પર, ડીજીપીની સૂચનાથી કેસ નોંધવામાં આવ્યો. ગુમ થયેલી યુવતીનાં પિતાએ સ્વામી ચિન્મયાનંદ પર ધમકી આપવાનો અને 5 કરોડની ખંડણી માગવાનો આરોપ લગાવ્યો છે. હવે પોલીસે આ આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.