Not Set/ શું તમે અક્ષય કુમારનો હમશકલ જોયો છે? Twitter પર ફોટો જોઈને ચાહકો આશ્ચર્યચકિત

બોલિવૂડ સેલેબ્સના ચાહકો દેશના દરેક ખૂણામાં છે અને તેમનો ક્રેઝ એવો છે કે તેઓ તેમના પ્રિય અભિનેતા માટે કંઇ પણ કરવા તૈયાર છે. તો ત્યાં જ દેશમાં ઘણા લોકો એવા છે જે આ પ્રખ્યાત ચહેરાઓ જેવા જ દેખાય છે. ટિકટોક પર તાજેતરમાં સલમાન ખાનના હમશક્લના વાયરલ થયા પછી અક્ષય કુમાર જેવો દેખાતો એક વ્યક્તિનો ફોટો […]

Uncategorized

બોલિવૂડ સેલેબ્સના ચાહકો દેશના દરેક ખૂણામાં છે અને તેમનો ક્રેઝ એવો છે કે તેઓ તેમના પ્રિય અભિનેતા માટે કંઇ પણ કરવા તૈયાર છે. તો ત્યાં જ દેશમાં ઘણા લોકો એવા છે જે આ પ્રખ્યાત ચહેરાઓ જેવા જ દેખાય છે.

ટિકટોક પર તાજેતરમાં સલમાન ખાનના હમશક્લના વાયરલ થયા પછી અક્ષય કુમાર જેવો દેખાતો એક વ્યક્તિનો ફોટો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એક ટ્વિટર યુઝરે પોતાના અકાઉન્ટ પર માજિદ મીર નામના કાશ્મીરી વ્યક્તિ સાથે ફોટો શેર કર્યો છે, જેનો લૂક એકદમ અક્ષય કુમાર જેવો જ લાગે છે.

આ ફોટો સામે આવ્યા બાદથી અક્ષયના ચાહકો વિવિધ ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે શું આ અક્ષય કુમાર છે, જ્યારે અન્ય એક ટ્વિટર યુઝરે મજીદ મીરને ગરીબોનો અક્ષય કુમાર કહ્યો છે.

આપને જણાવી દઈએ કે  અક્ષય કુમાર સિવાય ઘણા સ્ટાર્સના હમશકલ સામે આવૈ ચૂક્યા છે. સંજય દત્તથી લઈને શાહરૂખ ખાન સુધી, લુક  લાઇક સામે આવી ચૂક્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી એપ્સ લોકોને પ્રખ્યાત બનાવવા માટે પણ કામ કરી રહી છે. ટિકટોકને તો ના જાણે કેટલા લોકોને સોશિયલ મીડિયા સેંસેશન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.