ગમખ્વાર અકસ્માત/ બિહારમાં બેકાબૂ ટ્રકે ટોળાને અડફેટમાં લેતા 10 લોકોના ઘટનાસ્થળે મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના,અનેક ઇજાગ્રસ્ત

આ ઘટના વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામની છે.

Top Stories India

બિહારના હાજીપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. હાઇસ્પીડ બેકાબૂ ટ્રકે અનેક લોકોને કચડી નાખ્યા હતા.ભોજન ખાધા લોકો રસ્તા પથી  ટોળામાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક ઓવરસ્પીડ ટ્રકે અનેક લોકોને અડફેટમાં લીધા હતા જેમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. મૃતકોમાં બાળકો પણ સામેલ હોવાનું કહેવાય છે. બાળક સાથે લોકો ભોજન ખાવા ગયા હતા. આ ઘટના વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામની છે.

પોલીસ સત્વેર ઘનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.