Not Set/ મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ/ અજિત પવાર ફરી બન્યા ડે. સીએમ,  આદિત્ય ઠાકરે સહિત 36 નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે

કોંગ્રેસના અશોક ચવ્હાણે કેબીનેટ પ્રધાન તરીકે શપથ લીધા, કોંગ્રેસના મોટા નેતા છે. NCPના દિલીવ વાલ્સે પાટીલે કેબિનેટ પ્રધાનની શપથ લીધા, શરદ પવારની નજીક છે, NCPના ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, અજિત પવારની નજીક છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મંત્રીમંડળના પહેલા વિસ્તરણમાં એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ મંત્રીમંડળના […]

Top Stories India

કોંગ્રેસના અશોક ચવ્હાણે કેબીનેટ પ્રધાન તરીકે શપથ લીધા, કોંગ્રેસના મોટા નેતા છે.

NCPના દિલીવ વાલ્સે પાટીલે કેબિનેટ પ્રધાનની શપથ લીધા, શરદ પવારની નજીક છે,

NCPના ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, અજિત પવારની નજીક છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મંત્રીમંડળના પહેલા વિસ્તરણમાં એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ મંત્રીમંડળના વિસ્તરણમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સહિત શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 36 નવા ધારાસભ્યો મંત્રી પદના શપથ ગ્રહણ કરી રહ્યા છે.

સુનીલ રાઉત ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે

આ યાદીમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતનાં ભાઈ સુનિલ રાઉતનું નામ શામેલ નથી. સુત્રોના જણાવ્યા અનુસાર સુનીલ રાઉત આથી નારાજ છે અને તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું પણ આપી શકે છે.

કોંગ્રેસના આ નેતાઓ મંત્રી પદના શપથ લેશે

અશોક ચવ્હાણ, કેસી પડવી, વિજય વડેત્તીવાર, અમિત દેશમુખ, સુનીલ કેદાર, યશોમતી ઠાકુર, વર્ષા ગાયકવાડ, અસલમ શેખ, સતેજ પાટીલ અને વિશ્વજીત કદમ કોંગ્રેસના મંત્રી પદના શપથ લેશે.

શિવસેનાના  આ મંત્રી લેશે શપથ

શિવસેનામાં થી આદિત્ય ઠાકરે, ઉદય સામંત, અબ્દુલ સત્તાર, શંકર ગદાખ, અનિલ પરબ, સંદિપન ભૂમરે, શંભુરાજ દેસાઇ, યેદગૌકર, સંજય રાઠોડ, ગુલાબ પાટીલ અને દાદા ભૂસે શપથ ગ્રહણ કરશે.

આ એનસીપી તરફથી આ નેતાઓ મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરી શકે છે

એનસીપી દ્વારા મંત્રી ધરમરાવ અત્આરમ, રાજેશ ટોપ, ધનંજય મુંડે, નવાબ મલિક, સંગ્રામ જગતાપ, હસન મુશ્રીફ, અનિલ દેશમુખ, અદિતિ તટકરે અને રાજુ શેટ્ટીને પ્રધાન બનાવવાની અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ 28 નવેમ્બરના રોજ શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમારોહમાં છ પ્રધાનોની એક નાનકડી કેબિનેટે પણ શપથ લીધા હતા, જેમાં ત્રણેય પક્ષના દરેકના બે પ્રધાનો શામેલ હતા.

અજિત બે વાર ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે

શરદ પવારના ભત્રીજા અજિત પવાર  2014 પહેલા કોંગ્રેસ-એનસીપીની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પણ હતા. આ વિધાનસભાની ચૂંટણી પછી, અજિત 23 નવેમ્બરના રોજ અચાનક ભાજપમાં જોડાયા હતા. અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા. જો કે, 80 કલાકમાં જ ,  અજિત પવારે રાજીનામું આપ્યું અને ફડણવીસ સરકાર પડી ભાંગી હતી. ઠાકરેના નેતૃત્વ હેઠળ શિવસેના-એનસીપી અને કોંગ્રેસના ૨-૨ પ્રધાનોએ પણ 28 નવેમ્બરના રોજ શપથ લીધા હતા.

36 પ્રધાનો શપથ લઈ શકે છે

લગભગ 36 પ્રધાનો મંત્રીમંડળના વિસ્તરણમાં શપથ લઈ શકે છે. હાલમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં છ પ્રધાનો છે. શિવસેના, એનએસપી અને કોંગ્રેસ વચ્ચે સત્તાની ભાગીદારી હેઠળ શિવસેના પાસે મુખ્યમંત્રી ઉપરાંત 16 મંત્રી હોઈ શકે છે, એનસીપીના 14 અને કોંગ્રેસના 12 પ્રધાનો હોઈ શકે છે. કોંગ્રેસે 12 પ્રધાનો હોવાની પુષ્ટિ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.