Gujarat Local Body Election 2026/ રાજકોટમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થયા પછી સિનિયર નેતાની જોવા મળી પોસ્ટ

રાજકોટ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજકોટ ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મનપાના જીતેલા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેના પછી સિનિયર નેતાએ પોસ્ટ કરી છે. શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન અતુલ પંડિતે પોસ્ટ કરી છે. તેમની આ પોસ્ટ વાઇરલ પણ થઈ છે

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજકોટ ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મનપાના જીતેલા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેના પછી સિનિયર નેતાએ પોસ્ટ કરી છે. શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન અતુલ પંડિતે પોસ્ટ કરી છે. તેમની આ પોસ્ટ વાઇરલ પણ થઈ છે અને ભાજપના વોટ્સએપ વર્તુળોમાં પણ ફરવા લાગી છે.

તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે પ્રામાણિક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની આવશ્યકતા છે. તેની સાથે તેમણે ઉમેર્યુ હતુ કે મંતવ્ય આપવાની મારી ફરજ છે, પરંતુ નિર્ણય લેવાનો પક્ષને અધિકાર છે. આમ અતુલ પંડિતની પોસ્ટના કારણે રાજકોટ ભાજપમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે.  આ પહેલા દાવેદારી વખતે પણ અતુલ પંડિતે પોસ્ટ કરી હતી. તેમણે અગાઉની પોસ્ટમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે આજે કેટલાક મૂર્ખ બનશે અને કેટલાક મૂર્ખ બનાવશે. હવે રાજકોટ સિનિયર નેતાની પોસ્ટથી રાજકારણ ફરીથી ગરમાયું છે.

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. નવસારીમાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયામાં નવસારી મનપા, નવસારીની છ તાલુકા પંચાયત માટે સેન્સ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગણદેવી નગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. સેન્સ લેવાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો મૂકવામાં આવશે. આમ નવસારીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થતા તેના અંગેના નિર્ણયની જાહેરાત પ્રદેશ મોવડી મંડળ આગામી ગણતરીના દિવસોમાં કરે તેમ માનવામાં આવે છે. તેથી તેનો નિર્ણય શું આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે.

વડોદરામાં સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યનો અસંતોષનો સૂર જોવા મળ્યો છે. સેન્સ આપવા પહોંચેલા વરિષ્ઠ ધારાસભ્યનો અસંતોષનો સૂર જોવા મળ્યો છે.સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અસંતોષનો સૂર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે પક્ષે સ્થાનિક કાર્યકરોની અવગણના કરીને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તેના કારણે સ્થાનિક કાર્યકરોમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે.

તેમણે જણાવ્યું હતું કે વડોદરાના માંજલપુરમાં તો દરેક વોર્ડમાં એક ઉમેદવાર આયાતી છે. આમ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સંગઠનથી નારાજ છે. વોર્ડ-નંબર 17માં વર્ષોથી રેતા હિરેન સુખડિયાને તેમણે આયાતી ગણાવ્યા હતા. જો કે આંતરિક સૂત્રોનું કહેવું છે કે પોતાના મળતિયાને સ્થાન અપાવવા માટે તેમણે ઉમેદવારોને આયાતી ગણાવ્યા છે. આમ વડોદરામાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા વધુ આકરી બની છે.


આ પણ વાંચો: નવસારી ‘કમલમ’ ખાતે ઉજવણી, સેન્સ પ્રક્રિયામાં સાંસદ ધવલ પટેલ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: સાબરકાંઠામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ

આ પણ વાંચો: જામ ખંભાળિયા ‘કમલમ’ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ, દાવેદારોનો ભારે ધસારો