Navsari News/ નવસારી ‘કમલમ’ ખાતે ઉજવણી, સેન્સ પ્રક્રિયામાં સાંસદ ધવલ પટેલ રહ્યા ઉપસ્થિત

Navsari ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન વાંસદા તાલુકા પંચાયતની જીતની ઉજવણી કરાઈ. સાંસદ ધવલ પટેલે સિનિયર નેતાઓના મોઢા મીઠા કરાવ્યા અને આ જીતને ઐતિહાસિક ગણાવી.

Gujarat Top Stories Others
Navsari BJP Sense Process

Navsari BJP Sense Process: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપના શાનદાર વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારીના સાંસદ ધવલ પટેલે ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

Navsari : વાંસદામાં કેસરીયો લહેરાતા કાર્યકરોમાં ભારે જોશ

વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપે મેળવેલી જીત બાદ નવસારી ભાજપમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સેન્સ પ્રક્રિયા માટે જ્યારે ધવલ પટેલ ‘કમલમ’ પહોંચ્યા, ત્યારે વાંસદાની જીત બદલ કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ધવલ પટેલે આ જીત બદલ પક્ષના સિનિયર નેતાઓ અને પદાધિકારીઓનું મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

Navsari BJP Sense Process

જીતને ગણાવી ઐતિહાસિક

મીડિયા સાથેની વાતચીતમાં ધવલ પટેલે વાંસદાની આ જીતને ‘ઐતિહાસિક’ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાંસદા જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં ભાજપનો વિજય એ લોકોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આ જીતથી આગામી સમયમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ

એક તરફ જીતની ઉજવણી ચાલતી હતી, તો બીજી તરફ જિલ્લાની નગરપાલિકા અને પંચાયતોના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા પણ ગતિમાં હતી. વાંસદાની જીતને પગલે દાવેદારોમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નિરીક્ષકો દ્વારા વિવિધ પદો માટે ઉમેદવારોના નામ મેળવવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.


આ પણ વાંચો: નવસારી વોર્ડ-12માં રહીશોનો ‘નો વોટ’નો નારો

આ પણ વાંચો: નવસારી-વાંસદા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ભયનું વાતાવરણ

આ પણ વાંચો: નવસારી જિલ્લાની માટીમાંથી બની છે ફાઇનલની પીચ