Gandhinagar News: ગુજરાતમાં તાલિબાની સજાનું ચલણ વધતું જાય છે. અગાઉ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં તાલિબાની સજાનો વિડીયો જાહેરમાં આવ્યો હતો અને હવે આવો વિડીયો સુરત જેવા શહેરમાં આવ્યો છે. સુરત જેવા આધુનિક શહેરમાં શું તાલિબાની સજાના વિડીયોએ પોલીસને દોડતી કરી દીધી છે.
આ વિડીયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. એક યુવકને થાંભલા સાથે બાંધીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, યુવક પર પ્રેમ સંબંધમાં ફસાયાનો આરોપ છે. વાયરલ વીડિયોમાં, એક યુવાનને દોરડાથી થાંભલા સાથે બાંધીને બેલ્ટ જેવી કોઈ વસ્તુથી માર મારતો જોઈ શકાય છે.
યુવક મારથી બચવા માટે બૂમો પાડી રહ્યો છે, પરંતુ તેને માર મારતો યુવક કોઈ દયા વગર તેને મારવાનું ચાલુ રાખે છે. જોકે, ડિંડોરી પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. એવી પણ ચર્ચા છે કે આ યુવકને પ્રેમ પ્રકરણના કેસમાં તાલિબાની સજા આપવામાં આવી છે.
આ પણ વાંચો: સંજેલીમાં મહિલાને મળી તાલિબાની સજા, પોલીસ હરકતમાં આવી
આ પણ વાંચો: બનાસકાંઠામાં બે યુવકોને તાલિબાની સજા આપવામાં આવી, વીડિયો વાયરલ
આ પણ વાંચો: ટ્રેક્ટર ચોરીની શંકામાં રીક્ષામાં બેસાડી લઈ ગયા યુવકને, તાલિબાની સજા આપતા નિપજ્યું મોત
