Rajkot News:રાજકોટથી સુરત જતી સ્લીપર કોચ બસમાં એક પરપ્રાંતીય મહિલાની છેડતી કરવામાં આવી છે.આ ઘટના દિલ્હીમાં બનેલા નિર્ભયા કેસની યાદ અપાવે છે, બસમાં એક મહિલાની છેડતી (Molestation) કરી તેને બાસમથી ધક્કો મારી બહાર ફેકી દેવામાં આવી છે. નીચે પટકાતાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચાલતી બસે મહિલાની છેડતી (Molestation)
મૂળ ઉત્તર પ્રદેશની અને હાલમાં રાજકોટમાં રહેતી આ મહિલા તેની નણંદના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે સુરત જઈ રહી હતી. તેનો પતિ તેને ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસાડી ગયો હતો. બસ ચાલુ થયા પછી, ચોટીલા નજીક એક અજાણ્યો પુરુષ તેની સીટ પાસે બેઠો અને તેને હેરાન કરવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાએ આ વસ્તુનો પ્રતિકાર કર્યો, ત્યારે બસ ક્લીનર પણ ત્યાં પહોંચ્યો, અને બંને પુરુષોએ તેના પાસે અશ્લીલ માંગણીઓ (Molestation) કરી.

તેની સલામતી માટે, મહિલા ડ્રાઇવરની કેબિનમાં ગઈ, પરંતુ પુરુષોએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. આ મહિલાએ તેમની માંગણી ના સંતોષતા તે પુરૂષોએ જ્યારે બસ હાઇવે પર સ્પીડમાં જઈ રહી હતી ત્યારે તેને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી.મહિલા લીમડી હાઇવે પર ઘાયલ હાલતમાં મળી આવી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી. લીમડી પોલીસે આ મામલાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને બસ સ્ટાફ અને આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ
આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ, અશ્લીલ વીડિયો બતાવી વિદ્યાર્થીનીની કરી હતી છેડતી
આ પણ વાંચો:વિદ્યાર્થિનીઓની છેડતી કાંડમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉઠયા વિરોધના સૂર, CCTV ફૂટેજ આવ્યા સામે..
