Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ક્રાઈમ બ્રાંચે શસ્ત્રો સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે અમદાવાદ સહિત અનેક જગ્યાએ કાર્યવાહી કરી છે. જેમાં 12 દેશી પિસ્ટલ અને 50 જાવતા કારતૂસ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એક આરોપી પાલનપુર લૂંટનો આરોપી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજો આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ આરોપી હોવાનું ખુલ્યું છે.
જ્યારે ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના કેસમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તપાસમાં આરોપીઓ પાસેથી કબજે કરાયેલા શસ્ત્રો ગેંગવોર અને લૂંટને અંજામ આપવા માટે મંગાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું
આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..
આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ
