Not Set/ સિંગાપુરમાં PM મોદી, મરમ્મન મંદિરમાં શીશ ઝુકાવ્યા બાદ પહોંચ્યા મસ્જિદ

સિંગાપુર, ત્રણ દેશોની પાંચ દિવસીય વિદેશ યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, મલેશિયા બાદ ગુરુવારે સિંગાપુર પહોચ્યા હતા. શુક્રવારના રોજ બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા બાદ યાત્રાના અંતિમ દિવસે પીએમ મોદીએ અમેરિકાના રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી. Prime Minister Narendra Modi visted #Singapore's Mariamman Temple. pic.twitter.com/DlwpGqxChI — ANI […]

Top Stories Trending

સિંગાપુર,

ત્રણ દેશોની પાંચ દિવસીય વિદેશ યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, મલેશિયા બાદ ગુરુવારે સિંગાપુર પહોચ્યા હતા. શુક્રવારના રોજ બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા બાદ યાત્રાના અંતિમ દિવસે પીએમ મોદીએ અમેરિકાના રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી.

ત્યારબાદ તેઓ સિંગાપુરના પ્રખ્યાત શ્રી મરમ્મન મંદિર પહોચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરીને પુજારીના આશીર્વાદ લીધા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ દ્વારા જણાવ્યું, “પીએમ મોદી દ્વારા સાંસ્કૃતિક સંબંધોમાં મજબૂતી આપતા સિંગાપુરમાં સૌથી જુના મંદિરમાં પૂજા કરી છે”. તેઓએ વધુમાં કહ્યું, “આ મરમ્મન મદિરનું નિર્માણ વર્ષ ૧૮૨૭માં કરવામાં આવ્યું હતું”.

મરમ્મ્ન મદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ચુલિયા મસ્જિદ પહોચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સાથે સિંગાપુરના સાંસ્કૃતિક મંત્રી ગ્રેસ યેન પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મસ્જિદનું નિર્માણ એક ભારતીય ચુલિયા મુસ્લિમ વેપારીએ કરાવ્યું હતું.

આ પહેલા તેઓ ઇન્ડિયન હેરિટેજ સેન્ટર પહોચ્યા હતા, અને ત્યાં તેઓએ RuPay કાર્ડથી મધુબની પેન્ટિંગ ખરીદી હતી.

પીએમ મોદીએ સિંગાપુરના બુદ્ધ ટૂથ રેલિક મંદિર અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.

પીએમ મોદી અને સિંગાપુરના પૂર્વ પ્રધાનમંત્રી ગોહ ચોક તોંગે ક્લિફોર્ડ પિયરમાં મહાત્મા ગાંધી પટ્ટિકાનું અનાવરણ કર્યું હતું.

મહત્વનું છે કે, ત્રણ દેશોની વિદેશ યાત્રાના અંતિમ પડાવમાં પીએમ મોદી સિંગાપુર પહોચ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે આર્થિક, ટેકનોલોજી, રક્ષા અને IT સહિતના મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાયા હતા. ત્યારબાદ શનિવારે પીએમ મોદી ભારતીય સમય અનુસાર, બપોરે ૨.૫૦ વાગ્યે ભારત આવવા માટે રવાના થશે.