જામનગર,
જામનગરમાં મોટી ખાવડીમાં પાંચ શખ્સોએ ડીઝલ ભરેલ ટેન્કરની ચોરી કરી યુવાનની હત્યા કરી હતી. આ પાંચ શખ્સોએ 30 લાખ 93 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે આ પાંચ શખ્સોએ ચોરી કરી અને આ નિર્દોષ યુવાનનુ અપહરણ કરી તેને કપાળના ભાગે ગોળી મારી હત્યા નિપજાવી હતી.
ત્યારે પોલીસે તપાસ હાથ ધરી આ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ઘટના જામનગરની મોરકંડા પાટિયામાં બની હતી..મળતી મુજબ આ પાંચ શખ્સોએ પાર્થ ઉર્ફે બાબુભાઇ મિયાત્રા નામના યુવાનનું અપહરણ કર્યું. ત્યારે અપહરણ કરી પાર્થના કપાળના ભાગે ગોળી મારી હત્યા નિપજાવી હતી. આરોપીઓએ મૃતકની લાશને સળગાવી પુરાવા નાશ કર્યા હતા. ત્યારે આ શખ્સોએ લૂંટ ચલાવી હતી અને ફરાર થઇ ગયા હતા. જો કે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી શખ્સોને ઝડપી પાડ્યા હતા.
