Anand/ આણંદ ગેંગરેપના પ્રયાના કેસમાં સગીરાને શાળામાં લઈ જઈ કેફી પીણુ પીવડાવ્યું હતું, ગુપ્ત ભાગે કર્યા અડપલા

પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની અટકાયત કરી

Top Stories Gujarat Others

 Anand News : આણંદમાં કિશોરી પર ગેંગરેપનો પ્રયાસ:ભાઈ અને તેના મિત્ર સાથે મળી બહેનપણી સગીરાને રાત્રે શાળામાં લઈ ગઈ, કેફી પીણું પીવડાવી ગુપ્ત ભાગે અડપલાં કર્યાં, માંડ માંડ બચીગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસની ઘટનાઓ વધી રહી છે. 6 ઓક્ટોબરે આણંદના એક ગામની પ્રાથમિક શાળામાં પણ કિશોરી પર ગેંગરેપના પ્રયાસની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ પંથકમાં રહેતી એક કિશોરી ગત રાત્રે પોતાના ઘરે હાજર હતી. એ વખતે આ કિશોરીની બહેનપણી તેના ઘરે આવી હતી અને ગામની પ્રાથમિક શાળામાં બેસવા જઈએ એમ કહીને સાથે લઈ ગઈ હતી.

આ બંને બહેનપણી શાળામાં બેઠી હતી. એ દરમિયાન સગીરાની બહેનપણીનો ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને તેનો મિત્ર સંજય સુરેશ ચૌહાણ ત્યાં આવ્યા હતા. એ પૈકી સંજય સુરેશભાઇ ચૌહાણએ તેની પાસેની બોટલમાં ભરેલું નશાકારક પ્રવાહી આ કિશોરીને પીવડાવ્યું હતું. એ બાદ તેના શરીરે અડપલાં કરી ડાબા ગાલે બચકું ભર્યું હતું અને તેના ગુપ્ત ભાગે અડપલાં કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જે-તે વખતે કિશોરીએ બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા, જેથી ત્રણેય જણા ભાગી ગયાં હતાં.આ અંગે કિશોરીની ફરિયાદને આધારે ખંભોળજ પોલીસે BNS એક્ટની કલમ 74, 123, 64(1), 115(2), 61 તથા પોક્સો એકટ કલમ 8 મુજબનો ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકમાં ત્રણેય આરોપીને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ, ખંભોળજ પોલીસે ભોગ બનનારી કિશોરીને સૌપ્રથમ સારસા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. એ બાદ વધુ ચેકઅપ અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે આણંદના નાયબ પોલીસ અધીક્ષક જે.એન.પંચાલે જણાવ્યું હતું કે ખંભોળજ પોલીસ મથકની હદમાં આવેલા એક નાના ગામમાં ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં સગીર વયની દીકરી પોતાના ઘરે હતી, એ વખતે તેની બહેનપણી (કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી) તેની ઘરે ગઈ હતી અને સ્કૂલમાં બેસવા જઈએ છે એમ કહી કિશોરીને સ્કૂલમાં લઈ ગઈ હતી, જ્યાં આ બંને બહેનપણી બેઠી હતી. એ વખતે પીડિતાની બહેનપણીનો ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને તેનો મિત્ર સંજય સુરેશભાઇ ચૌહાણ ત્યાં આવ્યા હતા. આ દરમિયાન સંજય ચૌહાણે કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરીના કહેવાથી પોતાની પાસેની બોટલમાં ભરેલું પાણી પીડિતાને પીવડાવ્યું હતું, જેથી સગીરાને ઘેન ચડ્યું હતું. આ તકનો લાભ લઈ સંજય ચૌહાણે આ કિશોરી સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. કિશોરીએ પ્રતિકાર કરતાં સંજય ચૌહાણે બચકું પણ ભર્યું હતું. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય જણાં ઘટનાસ્થળેથી ભાગી ગયાં હતાં.

આ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે સેક્સ્યૂઅલ એસોલ્ટ અને પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એ બાદ ઈન્ટ્રોગેશન કરીને પુરાવા મેળવી આ ગુનામાં સંડોવાયેલાં કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી તેમજ બે આરોપી મુકેશ ભીમસિંહ પઢિયાર અને સંજય સુરેશભાઇ ચૌહાણને ડિટેઈન કરવામાં આવ્યાં છે.વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.ભાયલી-બીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની હતી ત્યાં નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી 5 યુવાન દારૂની મહેફિલ માણતા હતા.

આ 5 યુવાને ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલાં સગીરા અને તેના મિત્રને જોયાં હતાં. 5 યુવાન પૈકી 2 યુવાન બાઇક લઇ જતા રહ્યા હતા, જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાન સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. ક્રાઇમ બ્રાન્ચે આજે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે.આ આરોપી ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે.દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાંથી 19મી સપ્ટેમ્બરે ધોરણ 1ની વિદ્યાર્થિનીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સવારે શાળાએ ગયાં બાદ બાળકી પરત ન ફરતાં પરિવારજનો શાળાએ તપાસ કરવા ગયાં તો શાળા બંધ હતી.

શાળાની અંદર જઈ તપાસ કરતાં ક્લાસરૂમની પાછળના ભાગેથી લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં એસપી સહિતનો પોલીસકાફલો રાત્રિના સમયે જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. તપાસ દરમિયાન શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.દાહોદ જિલ્લામાં દુષ્કર્મના કેસમાં પોલીસે રેકોર્ડબ્રેક 12 દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે દાહોદ પોલીસ દ્વારા 1700 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 150 સાક્ષીને તપાસવામાં આવ્યા હતા. આરોપી લોઅર કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી બચી ન શકે એ માટે પોલીસે સાક્ષીઓની સાથે વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકત્ર કર્યા છે. FSLની મદદ લઈ ફોરેન્સિક ટોક્સિકોલોજી, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી, એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી એના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે.