અમદાવાદ
અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું છે. સ્પાઈસ જેટની ફલાઈટનું રન વે પર ટાયર ફાટ્યું હતું. ફ્લાઈટનાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો છે. ઘટનાને પગલે 50થી વધુ ફ્લાઈટોનો તેની અસર થશે.

દિલ્હી જતી ચાર ફ્લાઈટને વડોદરા ડાયવર્ટ કરવામા આવી છે. 2 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઈ છે. સ્પાઈસ જેટની ફ્લાઇટને અમદાવાદ ખાતે ગ્રાઉન્ડ કરવામાં આવી છે. એરપોર્ટ ઈમરજન્સી સર્વિસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

ઘટનાને પગલે એરપોર્ટ પર આવન અને જાવન કરતી તમામ ફ્લાઈટોને અસર થઈ છે. સંખ્યાબંધ ફ્લાઈટો મોડી પડતાં લોકોને હાલાકી પડી હતી. મુસાફરોએ તેને કારણે હંગામો મચાવી દીધો હતો.
