Bhavnagar News/ ભાવનગરમાં ક્રેડિટ કાર્ડ લોનના નામે રૂ. 16.41 લાખની ઠગાઈ, બે સગા ભાઈઓ બન્યા શિકાર

આ ગુનામાં વિજય ગોરધનભાઈ માંડલિક નામના શખ્સે ક્રેડિટ કાર્ડ લોનની લાલચ આપી, બંને ભાઈઓના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર (Bhavnagr) શહેરમાં એક ચોંકાવનારો ઠગાઈ (Fraud) નો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે સગા ભાઈઓ, કેતનભાઈ અને નીતિનભાઈ, સાથે રૂ. 16,41,383ની ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનામાં વિજય ગોરધનભાઈ માંડલિક નામના શખ્સે ક્રેડિટ કાર્ડ લોનની લાલચ આપી, બંને ભાઈઓના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. નિલમબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી, સઘન તપાસ શરૂ કરી છે.

આ ઘટના શરૂ થઈ જ્યારે બંને ભાઈઓ ફાસ્ટફૂડ શોપ પર વિજય માંડલિક નામના શખ્સના સંપર્કમાં આવ્યા. આરોપીએ પોતાની વાતોના જાળમાં ફસાવી, બંનેનો વિશ્વાસ જીત્યો અને તેમના સિબિલ સ્કોરમાં સુધારો કરવાની લાલચ આપી. આ બહાને તેણે લોનની વાતો કરી અને બંને ભાઈઓના ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી લીધી.

આરોપીએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી, અલગ-અલગ કંપનીઓના મોંઘા મોબાઈલ ફોન ખરીદ્યા, ગોલ્ડ લોન કાઢી અને રોકડ રકમ પણ ઉપાડી. આ બધું કરીને તેણે બંને ભાઈઓના ક્રેડિટ કાર્ડ પરથી કુલ રૂ. 16,41,383ની રકમનો ગેરઉપયોગ કર્યો. જ્યારે ભાઈઓને આ ઠગાઈની જાણ થઈ, ત્યારે તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો.નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે આરોપી વિજય ગોરધનભાઈ માંડલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરના કરચલિયાપરા હત્યા કેસમાં મુખ્ય આરોપી યુવરાજ પરમાર ઝડપાયો

આ પણ વાંચો:ભાવનગરમાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો, મહિલાને મફત ડ્રેસની લાલચમાં રૂ. 17,150નું નુકસાન

આ પણ વાંચો:ભાવનગર પોલીસ બેડમાં ખુશીના સમાચાર, 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન