Entertainment/ અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાને લઈ નવ્યા નંદાનો ખુલાસો

અમિતાભ બચ્ચનના પરિવારના દરેક સદસ્ય એકબીજા સાથે ખૂબ જોડાયોલા છે. દરેક વ્યક્તિ સાથે મળીને તહેવારોમાં ઉજવણી પણ કરતા હોય છે. આ વચ્ચે ઘણી વખત વિવાદ અને અલગ થવાના સમાચાર પણ આવતા રહે છે.

Entertainment Trending

અમિતાભ બચ્ચનના પરિવારના દરેક સદસ્ય એકબીજા સાથે ખૂબ જોડાયોલા છે. દરેક વ્યક્તિ સાથે મળીને તહેવારોમાં ઉજવણી પણ કરતા હોય છે. આ વચ્ચે ઘણી વખત વિવાદ અને અલગ થવાના સમાચાર પણ આવતા રહે છે. એવું ભાગ્યેજ બનતુ હોય છે કે ઐશ્વર્યા રાય એ શ્વેતા બચ્ચન સાથે જોવા મળે અથવા તેના બાળકો સાથે સમય પ્રસાર કરે. જ્યારે પણ ઐશ્વર્યા જોવા મળે છે ત્યારે તેની પૂત્રી આરાધ્યા બચ્ચન તેની સાથે હોય છે. આ પરિવારમાં એવું છે કે ભલે તેઓ સાથે જોવા ન મળે પરંતુ જ્યારે પણ તેમના પરિવારને લઇને કોઇ સવાલ હોય ત્યારે તેઓ એકબીજાને સપોર્ટ કરતા હોય છે. જ્યારે અમિતાભ બચ્ચનની પૌત્રી ન્વયા નવેલી નંદાને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે નવ્યાએ આપેલો જવાબ તમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.

આરાઘ્યાને લઇને નવ્યાનો જવાબ
જ્યારે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલીને પૂછવામાં આવ્યુ કે તે આરાધ્યા બચ્ચનને શું સલાહ આપશે, તો તેણે ખચકાયા વગર કહ્યુ કે તેને કોઇ સલાહની જરૂર નથી, તે પહેલેથી જ ખૂબ સ્માર્ટ છે. વાતચીત દરમિયાન તેણે કહ્યુ ‘ હું આ પહેલા પણ કહી ચૂકી છું કે તે આ ઉંમરે મારા કરતા વધુ સ્માર્ટ છે, હું આ ઉંમરે આટલી સ્માર્ટ ન હતી અને આજના બાળકોમાં એવો ટ્રેન્ડ છે કે તેઓ દરેક વસ્તુ વિશે જાણે છે અને તેઓ સમજણની દ્રષ્ટીએ આપણાથી આગળ છે.

નવ્યાએ આરાધ્યાના વખાણ કર્યા
નવ્યાએ આરાધ્યા બચ્ચન વિશે વાત કરતાં કહ્યુ કે ‘તે આ ઉંમરે અમારા કરતાં વધુ સ્મર્ટ , સમજદાર, જાણકાર અને બુદ્ધિશાળી છે અને આ પ્રશંસનીય છે. આવનારા સમયમાં મહિલાઓની એક ખૂબ જ બુદ્ધિશાળી પેઢીનો જન્મ થવા જઈ રહ્યો છે, જે દુનિયામાં મોટા ફેરફારો કરવા તૈયાર હશે. મને આરાધ્યામાં પણ આ જ અદ્ભુત લક્ષણ દેખાય છે. હું તેમને શું સલાહ અને પ્રેરણા આપું તે સિવાય હું તેમની પાસેથી ઘણી પ્રેરણા લઉં છું. તેણી તેના જીવનમાં મહાન કાર્યો કરશે અને હું તે જોવા માટે રાહ જોઈ રહી છું.

નવ્યા અને આરાધ્યા શું કરે છે?
આપને જણાવી દઈએ કે , આરાધ્યા બચ્ચન માત્ર 13 વર્ષની છે અને સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે નવ્યા નવેલી નંદા 26 વર્ષની છે. તે એક્ટિંગની દુનિયાથી દૂર છે અને તેના પિતાને તેના બિઝનેસમાં મદદ કરે છે. એટલું જ નહીં, તે એક NGO પણ ચલાવે છે, જેમાં તે મહિલાઓને માસિક ધર્મ વિશે જાગૃત કરે છે. આ સિવાય તે પોડકાસ્ટ પણ કરે છે. તેના પોડકાસ્ટ શોની અત્યાર સુધી બે સીઝન આવી ચૂકી છે. આમાં તે પોતાની દાદી જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન સાથેની ત્રણ પેઢીના અનુભવો વિશે વાત કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Entertainment/બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:Entertainment/સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:Priyanka Chopra/ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?