Dharma and Bhakti/ શ્રીકૃષ્ણની શીખ સાથે કરો 2026 નું સ્વાગત: અર્જુનની જેમ તમારા મનનું ‘કન્ફ્યુઝન’ દૂર કરો અને મેળવો સફળતા

“જેમ શ્રીકૃષ્ણ (Krishna)એ અર્જુનનો ભ્રમ દૂર કર્યો હતો, તેમ 2026 માં તમે પણ મનની ગૂંચવણ ઉકેલી નવી શરૂઆત કરો. જાણો ગીતા આધારિત સફળતાના 9 મંત્રો.”

Trending Dharma & Bhakti
Krishna

Dharma and Bhakti : વર્ષ 2025 હવે પૂરું થવા આવ્યું છે અને 2026 ના નવા સૂર્યોદયની તૈયારીઓ થઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે નવું વર્ષ એટલે માત્ર કેલેન્ડર બદલવાની વાત નથી, પણ જીવનમાં એક નવી શરૂઆત કરવાની તક છે. જો શરૂઆત સાચી દિશામાં અને સ્પષ્ટ વિચાર સાથે થાય, તો આખું વર્ષ સફળતા અપાવનારું બની રહે છે.તો નવા વર્ષની શરૂઆત કૃષ્ણ (Krishna)ની શિખામણ  સાથે ..

ઘણીવાર આપણે નવા વર્ષે સંકલ્પો તો લઈએ છીએ, પણ મનમાં ક્યાંક ને ક્યાંક ડર, શંકા અને ગૂંચવણ (Confusion) હોય છે. બરાબર એવી જ સ્થિતિ, જે મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનની હતી. તો ચાલો, આ નવા વર્ષે શ્રીકૃષ્ણ (Krishna)ના ઉપદેશને સમજીને જીવનની નવી શરૂઆત કરીએ.

મહાભારતનું મેદાન અને અર્જુનનો ભય અને કૃષ્ણની (Krishna)શીખ 

મહાભારતનું મેદાન અને અર્જુનનો ભય અને કૃષ્ણની (Krishna)શીખ 

તમને યાદ હશે કે મહાભારતના યુદ્ધના બરાબર પહેલાં અર્જુન ઊંડા શોક અને ભ્રમમાં સરી પડ્યા હતા. સામે પક્ષે પોતાના જ ગુરુ, દાદા, ભાઈઓ અને મિત્રોને જોઈને તેમનું મન વિચલિત થઈ ગયું હતું. તેમના હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડ્યું હતું અને તેમણે યુદ્ધ કરવાની ના પાડી દીધી હતી.

આ અર્જુનના જીવનની સૌથી નબળી ક્ષણ હતી. તેને કઈ દિશામાં જવું તે સમજાતું નહોતું. પણ કહેવાય છે ને કે જ્યારે અંધકાર સૌથી ઘાટો હોય, ત્યારે જ પ્રકાશની કિંમત સમજાય છે. બરાબર એ જ સમયે ભગવાન શ્રીકૃષ્ણ (Krishna) તેમના સારથી અને માર્ગદર્શક બન્યા.

ગીતામાં  કૃષ્ણ (Krishna)નો ઉપદેશ: ડરથી કર્તવ્ય તરફ

ગીતામાં  કૃષ્ણ (Krishna)નો ઉપદેશ: ડરથી કર્તવ્ય તરફ

શ્રીકૃષ્ણ (Shree Krishna) એ જોયું કે અર્જુન પોતાના કર્તવ્યથી ભાગી રહ્યો છે. ત્યારે તેમણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું. તેમણે સમજાવ્યું કે: “હે અર્જુન! પરિવર્તનથી ડરવું સ્વાભાવિક છે, પણ તેના કારણે પોતાનું કર્મ છોડી દેવું યોગ્ય નથી.”

ભૂસકો મારીને અર્જુનના મનમાંથી ભ્રમ દૂર કરતા કૃષ્ણ (Krishna)એ કહ્યું કે, આત્મા અમર છે. જેમ આપણે જૂના કપડાં બદલીને નવા કપડાં પહેરીએ છીએ, તેમ જીવનમાં પણ બદલાવ આવતા રહે છે. આપણે પરિણામની ચિંતા કર્યા વગર માત્ર આપણા કર્મ પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે મનમાંથી નિષ્ફળતાનો ડર નીકળી જાય છે, ત્યારે જ સાચી શરૂઆત થાય છે.

આ ઉપદેશ પછી જે અર્જુન હારીને બેસી ગયો હતો, તે જ અર્જુન પૂરા આત્મવિશ્વાસ સાથે યુદ્ધ લડવા તૈયાર થયો. આ માત્ર યુદ્ધની તૈયારી નહોતી, પણ એક નવી માનસિકતાની શરૂઆત હતી.

2026 માં આપણે શું શીખવાનું છે?

2026 માં આપણે શું શીખવાનું છે?

આ પ્રસંગ આજે આપણા માટે એટલો જ સુસંગત છે. કારણ કે આજે આપણી સામે કુરુક્ષેત્રનું મેદાન નથી, પણ કરિયર, સંબંધો અને ભવિષ્યની ચિંતાઓના યુદ્ધ તો છે જ. જો આપણે પણ 2026 માં સફળ થવું હોય, તો પહેલા મનના ‘કન્ફ્યુઝન’ ને દૂર કરવા પડશે.

નવા વર્ષે સફળતા મેળવવા માટેના 9 ગોલ્ડન રૂલ્સ :

જો તમે પણ તમારું આવનારું વર્ષ શ્રેષ્ઠ બનાવવા માંગતા હોવ, તો નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખજો:

Krishna

  1. ગઈકાલને સ્વીકારો અને આગળ વધો

નવી શરૂઆત કરતા પહેલાં જૂનું ભૂલવું જરૂરી છે. 2025 માં જે પણ ભૂલો થઈ, જે પણ નિષ્ફળતા મળી, તેને સ્વીકારી લો. પોતાની જાતને દોષ આપવાનું બંધ કરો. જે ગયું તે ગયું, હવે નજર આવતીકાલ પર રાખો.

krishna

  1. લક્ષ્ય એકદમ સ્પષ્ટ રાખો

 જેમ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાતી હતી, તેમ તમારું લક્ષ્ય પણ સ્પષ્ટ હોવું જોઈએ. તમારે 2026 માં શું મેળવવું છે? અને શા માટે મેળવવું છે? જો ‘Why’ ક્લિયર હશે, તો રસ્તો આપોઆપ મળી જશે.

Krishna

  1. નાના ફેરફારોથી મોટી શરૂઆત

એવું જરૂરી નથી કે પહેલા દિવસથી જ બધું બદલાઈ જાય. મોટા કુદકા મારવાને બદલે નાના ડગલાં ભરો. નાની-નાની આદતો બદલવાથી આત્મવિશ્વાસ વધશે અને ધીરે-ધીરે મોટું પરિવર્તન આવશે.

Krishna

4. ડરનો સામનો કરો

નવી શરૂઆતનો સૌથી મોટો દુશ્મન છે ‘ડર’. “લોકો શું કહેશે?”, “હું નિષ્ફળ ગયો તો?” – આવા વિચારોને મનમાંથી કાઢી નાખો. ડરની પેલે પાર જ જીત છે.

Krishna

  1. લાઈફસ્ટાઈલ સુધારો

તમારા શરીર અને મનને સ્વસ્થ રાખો. સવારે વહેલા ઉઠવું, થોડું ધ્યાન (Meditation) કરવું, સારું વાંચન કરવું અને કસરત કરવી. જ્યારે શરીર સાથ આપે છે, ત્યારે મન પણ મજબૂત બને છે.

Krishna

  1. પોઝિટિવ લોકોની સંગત

તમે જેવા લોકો સાથે રહેશો, તેવા જ બનશો. તેથી એવા મિત્રો અને લોકોની વચ્ચે રહો જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે, નહીં કે તમને નિરાશ કરે.

Krishna

  1. ધીરજ (Patience) રાખો

 કોઈ પણ બીજ વાવ્યા પછી તરત ફળ નથી આપતું. નવી શરૂઆતનું પરિણામ મળતા વાર લાગી શકે છે. શ્રીકૃષ્ણ (Krishna)એ પણ કહ્યું છે કે તારું કામ કર્મ કરવાનું છે, ફળની ચિંતા કરવાનું નહીં. ધીરજ રાખો, સમય આવ્યે બધું મળશે.

Krishna

  1. જાત પર ભરોસો

દુનિયા  તમારા પર ભરોસો કરે કે ન કરે, તમારે તમારા પર વિશ્વાસ હોવો જોઈએ. બીજા સાથે સરખામણી કરવાને બદલે તમારી પોતાની પ્રગતિ પર ધ્યાન આપો.

Krishna

  1. કૃતજ્ઞતા (Gratitude) નો ભાવ

જે નથી મળ્યું તેનો અફસોસ કરવાને બદલે, જે મળ્યું છે તેનો આભાર માનો. સંતોષ અને કૃતજ્ઞતા મનને શાંત રાખે છે અને શાંત મન જ સાચા નિર્ણયો લઈ શકે છે.

મિત્રો, 2026 કોરા કાગળ જેવું છે. તમારી પાસે પેન છે અને કૃષ્ણ (Krishna)ના ઉપદેશ જેવું જ્ઞાન છે. તો હવે મૂંઝવણ છોડો, ગાંડીવ ઉપાડો અને તમારા લક્ષ્યને વીંધવા માટે તૈયાર થઈ જાઓ.

Happy New Year 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!