Junagadh News : જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર કૌટુંબિક સંબંધોને શરમમાં મૂકતો ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીં એક કૌટુંબિક કાકાએ પોતાની જ ભત્રીજી પર દુષ્કર્મ (rape)આચરી લાંબા સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને ડરાવી રાખી હતી અને ખોટા દસ્તાવેજો બનાવી તેના સાથે લગ્ન પણ કર્યા હતા. આખરે પીડિતાની દુષ્કર્મ (rape) ની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
દુષ્કર્મ (rape) બાદ આરોપીએ યુવતીના નગ્ન ફોટા ઉતારી લીધા

મળતી માહિતી અનુસાર, પીડિતાની વાડીની નજીક રહેતા તેના કૌટુંબિક કાકાએ એકાંતનો લાભ લઈને યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. લોહીના સંબંધ હોવા છતાં આરોપીની નજર બગડી હતી. દુષ્કર્મ (rape)બાદ આરોપીએ યુવતીના નગ્ન ફોટા ઉતારી લીધા હતા અને જો કોઈને કંઈ કહેશે તો તે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હતી. આ ડર અને ધમકીના કારણે યુવતી લાંબા સમય સુધી મૌન રહી અને આરોપી વારંવાર તેનું શોષણ કરતો રહ્યો.
આ કેસમાં વધુ આઘાતજનક બાબત એ છે કે આરોપી પહેલેથી જ પરિણીત અને સંતાનવાળો હોવા છતાં તેણે ખોટા દસ્તાવેજો તૈયાર કરાવી પીડિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ તેણે યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઘટનાના પરિણામે પીડિતાને ચાર વર્ષ અગાઉ બે માસનો ગર્ભ રહ્યો હતો. ગર્ભની જાણ થતાં આરોપીએ પોતાની કરતૂત છુપાવવા યુવતી પર દબાણ કરી કોઈને જાણ કર્યા વિના બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટનાથી યુવતી માનસિક રીતે તૂટી પડી હતી, પરંતુ નગ્ન ફોટા વાયરલ થવાની ભીતિએ અત્યાર સુધી ફરિયાદ કરી શકી નહોતી.
આખરે કાકાના સતત ત્રાસથી કંટાળીને પીડિતાએ હિંમત એકઠી કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ (rape) ની ફરિયાદ નોંધાવી હતી. માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાતાં જ પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
