Breaking News/ આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ, ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી ગંભીર ઇજા

આટકોટમાં આરોપીએ બાળકીનો ગળું દબાવીને તેના પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તેણે તેના ગુપ્તાંગમાં તીક્ષ્ણ સળિયા જેવું હથિયાર ઘુસાડી દીધું,

Top Stories Gujarat Others Breaking News
આટકોટ

Breaking News: જસદણના આટકોટમાં એક મજૂર પરિવારની છ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ તેના ગુપ્તાંગમાં તીક્ષ્ણ હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટના બાદ, બાળકીને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે.

આટકોટમા છ વર્ષની બાળકી પર બળાત્કાર

મળતી માહિતી મુજબ, દાહોદ પંથકનો એક મજૂર પરિવાર આટકોટ પોલીસ સ્ટેશન નજીકના એક ગામના ખેતરમાં મજૂરી કામ કરે છે. 4 તારીખે, જ્યારે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે તેમની છ વર્ષની અને આઠ મહિનાની પુત્રી નજીકમાં રમી રહી હતી. તે દરમિયાન, એક અજાણ્યા વ્યક્તિએ બાળકીનું અપહરણ કરીને તેના પર હુમલો કર્યો.

આરોપીએ બાળકીનો ગળું દબાવીને તેના પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તેણે તેના ગુપ્તાંગમાં તીક્ષ્ણ સળિયા જેવું હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ થયો. આરોપી બાળકીને ત્યાં જ છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો.

પરિવારે બાળકીની શોધખોળ કરી, ત્યારે તે નજીકમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવી. બાળકીની ગંભીર હાલત જોઈને પરિવારજનો તાત્કાલિક તેને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બાળકી હાલમાં સારવાર હેઠળ છે.

બાળકીના પિતાની ફરિયાદના આધારે, આટકોટ પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો આટકોટ પહોંચી ગઈ છે. હાલમાં, શંકાસ્પદ આરોપીઓની આટકોટ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, લગભગ 19 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોરબંદરમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:7 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં હેવાનને મૃત્યુદંડની સજા, ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

આ પણ વાંચો:5 વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ કર્યા પછી હત્યા, આરોપી એન્કાઉન્ટરમાં ઠાર