Ahmedabad News/ રોડ બનાવતા પહેલા 10 વર્ષ સુધી ત્રિકમ ન મારવું પડે તેવું પ્લાનીંગ કરો

રોડ બનાવતા પહેલા સર્વે કરો કે પહેલા અહીં કેટલી વખત ડ્રેનેજ ઉભરાઈ છે.

Ahmedabad Gujarat
રાજય સરકાર પૈસા આપી દે છે એટલે રોડ તૈયાર કરી દેવા તેમ નહી

Ahmedabad News : ઓઢવમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તથા નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ 62 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં તેમણે મ્યુનિ. કે રાજય સરકાર પૈસા આપી દે છે એટલે રોડ તૈયાર કરી દેવા તેમ નહી પણ નવા રોડ તૈયાર કરતા પહેલા એવું પ્લાનીંગ કરો કે 10 વર્ષ સુધી ત્રિકમ પણ ન મારવું પડે, એવી મ્યુનિ. અધિકારીઓને ટકોર કરી હતી.

વધુમાં ટકોર કરતા વિશ્વકર્માએ કહ્યું કે તમામ 48 વોર્ડમાં એકથી વધારે એર્બન હેલ્થ સેન્ટર બનાવાયા છે. સારા રોડ રસ્તા પણ મળ્યા છે. જે 20 વર્ષ પહેલા ધુળિયો રસ્તો હતો. તેમણે જ્યાં રોડ બનાવવાનો હોય ત્યાં પહેલા જ ટોલિફોન વાયર, ડ્રોનેજ, ઈલેકટ્રિક કામ કે સ્ટોર્મ વોટર ચેક કરી લો. જેમ કે ડ્રેનેજ લાઈન રોડમાં કેટલા સમય પહેલા નાંખી છે. સ્ટ્રોમ વોટર લાઈન છે કે કેમ. તે સિવાય આ વિસ્તારનો રોડ બનાવતા પહેલા સર્વે કરો કે પહેલા અહીં અહીં કેટલી વખત ડ્રેનેજ ઉભરાઈ છે.

એક ડઝન જેટલી સોસાયટીના નામ સાથે વિશ્વકર્માએ અહીં હાજર લોકોને પુછ્યું હતું. જેમાં ન્યુ સંસ્કાર, શક્તિ વિજય, કૃષ્ણકુંજ, મહાવીરનગર,અમરનાથ, સહજાનંદ બંગલો વગેરેનો સમાવેશ થાય છે. આ સોસાયટીમાંથી કેટલા લોકો આવ્યા હતા તેની પણ તેમણે નોંધ લીધી હતી. તેમણે સ્થાનિક આગેવાનો ને કહ્યું હતું કે આ તમામ સોસાયટીઓમાં જઈને વિકાસના કામો આ વિસ્તારમાં કેટલા થયા તેની માહિતી પહોંચાડો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં રોડ રસ્તા રીપેર કરવા મંત્રીની સૂચના

આ પણ વાંચો: ભરૂચ : રોડ રસ્તા ની ગુણવત્તા માટે રાજકીય અગ્રણીઓના દબાણને જવાબદાર ઠેરવતા સાંસદ મનસુખભાઈ વસાવા

આ પણ વાંચો: અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજા ત્રાહિમામ, હાઈકોર્ટના હુકમોને તંત્ર ઘોળીને પી ગયું