Bharuch news/ ભરૂચ : રોડ રસ્તા ની ગુણવત્તા માટે રાજકીય અગ્રણીઓના દબાણને જવાબદાર ઠેરવતા સાંસદ મનસુખભાઈ વસાવા

સરકાર તો ખૂબ રૂપિયા ફાળવે છે પણ ક્વોરી વાળાઓ સાથે ની રાજકીય આગેવાનોની સાંઠગાંઠ ના કારણે રોડ સારા બનતા નથી

Gujarat Others

Bharuch News : સાંસદ મનસુખભાઈ વસાવાએ ફરી એકવાર રોડ રસ્તાના મુદ્દે રાજકીય દબાણ ને જવાબદાર ઠેરવ્યા. તેમણે રોડ રસ્તા ની ગુણવત્તા માટે રાજકીય અગ્રણીઓના દબાણને જવાબદાર ઠેરવ્યા હતા. વધુમાં તેમણે રાજકીય અગ્રણીઓની ક્વોરી માલિકો સાથે સાંઠગાંઠનો કર્યો આક્ષેપ કર્યો હતો.

સરકારના પારદર્શક વહીવટ કરે છે પરંતુ કેટલાક રાજકીય આગેવાનો ની મિલીભગત ના કારણે સરકાર બદનામ થાય છે. ભરુચ જિલ્લાના રોડ રસ્તા બન્યા ના થોડાજ સમય તૂટી જાય છે અને ગાબડા પડી જવા ના મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવા અવાર નવાર સ્થળ પર દોડી જઇ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ને આડે હાથ લેવા સાથે સરકારમાં પણ રજૂઆત કરતા રહે છે.

મનસુખ વસાવા એ ફરી આજે પુનઃ રોડ રસ્તા ની ગુણવત્તા માટે અધિકારીઓ પર રાજકીય લોકોનું દબાણ જવાબદાર હોવાનું જણાવ્યું…સરકાર તો ખૂબ રૂપિયા ફાળવે છે પણ ક્વોરી વાળાઓ સાથે ની રાજકીય આગેવાનોની સાંઠગાંઠ ના કારણે રોડ સારા બનતા નથી.

સરકાર ના પારદર્શક વહીવટના કારણે તેઓ બોલી રહ્યા છે અને રજુઆત નું પરિણામ પણ મળતું હોવાનું જણાવ્યું સાંસદ મનસુખભાઈ વસાવાએનામ દીધા વિના રાજકીય આગેવાનોની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યા બાદ આ મુદ્દે નક્કર કામગીરી થાય છે કે કેમ તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન!

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓની પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર…

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, મૃત જાહેર કરાયેલા રાજેશ પટેલનું ફરીથી ધબક્યું હૃદય