Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. ઘટનાને પગલે મોલમાં આવેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલ હિમાલયા મોલમાં આગની ઘટના બની. હિમાલયા મોલના બીજા માળે આગ લાગી છે. AC ના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. નજીકના ફાયરસ્ટેશનની ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, તેમજ આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ થઇ ગયો છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. ઘટનાને પગલે મોલમાં આવેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને AC કમ્પ્રેસરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. કોઈને પણ ઇજા કે જાનહાની વિગત સામે આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલો HMPVને લઈને સતર્ક : શરદી-ખાંસી હોય તેવા બાળકો માટે માસ્ક ફરજિયાત કરાયું
આ પણ વાંચો: અમદાવાદના પોલીસ કમિશનરનો સપાટો : 19 વહાવટદારોની “કે કંપનીમાં”બદલી
આ પણ વાંચો: અમદાવાદ: મહિલા પોલીસ જ અસુરક્ષિત, લુખ્ખાઓએ SHE ટીમને આંતરી, 4ની ધરપકડ
