Gandhinagar News/ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહેતા ભાજપના સાંસદ ધવલ પટેલના વળતા પ્રહાર

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં વિધાનસભા ચૂંટણી નિમિત્તે ગુજરાતીઓને અભણ કહેતા વિવાદ સર્જાયો છે. ભાજપના સાંસદ ધવલ પટેલે તેની સામે વળતા પ્રહાર કરતાં કોંગ્રેસને પડકાર ફેક્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Gandhinagar News: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને ‘અભણ’ કહીને કરવામાં આવેલા અપમાનથી રોષ. પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે આકરા સવાલો કર્યા છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તમે ગુજરાતની પડખે છો કે ગુજરાતીઓનું વારંવાર અપમાન કરનારી કોંગ્રેસની સાથે ?

આમ બરોબર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જ કોંગ્રેસ પ્રમુખના ઉદગારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ વસમી બનાવી દીધી છે તો ભાજપને દોડવું તોને ઢાળ મળ્યો તેવો ઘાટ સર્જાયો છે. હજી વિપક્ષ પર ભાજપ પ્રહારો કરવાનું શરૂ કરે તે પહેલાં તો કોંગ્રેસ પ્રમુખ ખડગેએ જાણે તાસક પર જ પક્ષને આ મુદ્દો ધરી દીધો છે.

આ મુદ્દો ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ નહીં આગામી વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગૂંજે તો પણ આશ્ચર્ય નહી થાય. કોંગ્રેસે જાણે નક્કી કરી લીધું છે કે ગુજરાતમાં અમને સત્તા જોઈતી જ નથી. તેથી જ તો બરોબર ચૂટણી ટાણે કોંગ્રેસ પ્રમુખે આ પ્રકારના નિવેદન કર્યા છે. આ અગાઉ જો તેમણે આ નિવેદન કર્યુ હોત તો વિરોધનો જુવાળ ઉઠીને શાંત થઈ ગયો હોત, પરંતુ આ વખતે તો ચૂંટણી છે. તેથી આ મુદ્દો કોઈપણ ભોગે શાસક પક્ષ તેના હાથમાંથી નહીં જવા દે.

મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના પગલે ગુજરાતમાં કોંગ્રેસ હજી તો ચૂંટણી પ્રચાર શરૂ કરતાં પૂર્વે જ જાણે બેકફૂટ પર આવી ગઈ છે. જ્યારે ભાજપ ગેલમાં આવી ગયું છે. ભાજપના આગેવાનો દરેક કોંગ્રેસી ઉમેદવારને હવે એક જ સવાલ પૂછશે કે તમારા જ પક્ષપ્રમુખ કહે છે કે ગુજરાતીઓ અભણ છે અને હવે તમે ગુજરાતીઓને અભણ માનતા જ પક્ષના ઉમેદવાર છો તો તેનો જવાબ આપો. તેથી કોંગ્રેસના ઉમેદવારોની હાલત પ્રચાર અભિયાન પૂર્વે જ કફોડી થઈ ગઈ છે. મલ્લિકાર્જુન ખડગેએ કેરલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા.


આ પણ વાંચો: ગુજરાત BJPનું નવું એલાન! મીડિયા ટીમમાં ધવલ પટેલ-હેમાલી બોઘાવાલાની એન્ટ્રી

આ પણ વાંચો: નામ લીધા વિના MP ધવલ પટેલના પ્રહાર: ‘ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં વરસાદી પાણી ભરાય છે’

આ પણ વાંચો: “સ્વર્ગ મળશે…” વાળા નિવેદનથી ખળભળાટ! સાંસદ ધવલ પટેલે કોંગ્રેસની ખરાબ માનસિકતાનો કર્યો પર્દાફાશ