Gujarat Local Body Election 2026/ “2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી

બગદાણા વિવાદથી ચર્ચામાં આવેલા નવનીત બાલધિયા (Navneet Baldhiya) કોંગ્રેસમાં જોડાયા. ભાજપ તરફથી કડક પ્રતિક્રિયા, 2027ની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો.

Top Stories Gujarat Others Breaking News
Navneet Baldhiyaને ચીમકી: 2027માં બદલો લેશે કોળી સમાજ

Gujarat News: ગુજરાતના રાજકારણમાં બગદાણા વિવાદથી ચર્ચામાં આવેલા નવનીત બાલધિયા હવે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. નવનીત બાલધિયા (Navneet Baldhiya)એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા  (Amit Chavda)ના હસ્તે ખેસ ધારણ કરીને પોતાની નવી રાજકીય સફર શરૂ કરી છે. બાલધિયાના આ નિર્ણય બાદ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ અને ગરમાવો જોવા મળી રહ્યો છે.

Navneet Baldhiya કોંગ્રેસ પ્રવેશથી ચૂંટણી પહેલા રાજકારણમાં વળાંક

નવનીત બાલધિયાના કોંગ્રેસ પ્રવેશને 2027ની ચૂંટણી પૂર્વે એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું છે કે જો પાર્ટી નેતૃત્વ કહેશે તો તેઓ ચૂંટણી પણ લડવા તૈયાર છે. બગદાણા વિવાદમાં કેન્દ્રસ્થાને રહેલા બાલધિયાના આ નિર્ણયથી રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે.

માફીનો વીડિયો ચર્ચામાં

કોંગ્રેસમાં જોડાયા બાદ બીજા જ દિવસે નવનીત બાલધિયા (Navneet Baldhiya)એ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) અને હીરા સોલંકી (Hirabhai Solanki) પાસે માફી માંગી હતી. વિડિયોમાં તેમણે કહ્યું હતું કે, “મારો ફોન ન ઉઠાવતા હોવા છતાં હું બંને નેતાઓની માફી માંગું છું.”

ભાજપ તરફથી પ્રતિક્રિયા

આ સમગ્ર મામલે ભાજપના નેતા અને કોળી આગેવાન પ્રવિણ કોળી (Pravin Koli)એ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના સમાચારોથી કોળી સમાજમાં ફૂટ પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ તેમણે દાવો કર્યો કે,“આનો બદલો કોળી સમાજ 2027માં રાજુલા વિધાનસભામાં લેશે.”

બગદાણા વિવાદ શું હતો?

બગદાણા ધામ સાથે સંકળાયેલા નવનીત બાલધિયા પર થોડા સમય પહેલા જીવલેણ હુમલો થયો હતો. આ મામલે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર (Mayabhai Ahir)ના દીકરા જયરાજ પર હુમલાનો આરોપ લાગ્યો હતો. ઘટના બાદ રાજ્યભરમાં કોળી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને સરકાર દ્વારા SIT રચવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:નવનીત બાલધિયા પર હુમલા કેસમાં 14 આરોપી જેલમાં, 2 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી

આ પણ વાંચો:બગદાણા હુમલા કેસમાં  માયાભાઈના સમાધાનના પ્રયાસને નવનીત બાલધિયાએ ફગાવ્યા, SITની તપાસમાં મોટા વળાંક

આ પણ વાંચો:નવનીત બાલધિયા વિવાદમાં પહેલી વખત માયાભાઈ આહિર-હીરા સોલંકી સામસામે