Gujarat News/ નામ લીધા વિના MP ધવલ પટેલના પ્રહાર: ‘ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં વરસાદી પાણી ભરાય છે’

વાંસદા રાજકારણ ગરમાયું, જાહેર મંચ પરથી MP Dhaval Patelના આકરા શબ્દો

Top Stories Gujarat Others
‘મુંગેરીલાલના સપના’ કહી MP Dhaval Patelનો આક્ષેપ

Gujarat News: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નવસારી લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ (MP Dhaval Patel) દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર નામ લીધા વિના આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. એક જાહેર મંચ પરથી સંબોધન દરમિયાન સાંસદે ધારાસભ્યની કામગીરી અને તેમના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. આ નિવેદન બાદ 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ વધુ તેજ બન્યું છે.

‘મુંગેરીલાલના સપના’ કહી કર્યા પ્રહાર

સાંસદ ધવલ પટેલે ધારાસભ્યનું નામ લીધા વિના તેમને ‘મુંગેરીલાલ’ તરીકે સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે ધારાસભ્ય પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટ બંધ કરાવવાના ખોટા દાવા કરી રહ્યા છે અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે.

‘એક પાણીની ટાંકી પણ લાવી શકતા નથી’

વિકાસના મુદ્દે ધારાસભ્યને ઘેરતા સાંસદે (MP Dhaval Patel) જણાવ્યું કે જે લોકો મોટા મોટા પ્રોજેક્ટ્સ રોકવાની વાતો કરે છે, તેઓ પોતાના વિસ્તારમાં સાદી એક પાણીની ટાંકી પણ લાવી શકતા નથી. વાંસદા વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પ્રજાના પાયાના પ્રશ્નો ઉકેલવા કરતાં ધારાસભ્ય માત્ર હવાઈ વાતો કરે છે.

MP Dhaval Patelના વરસાદી પાણી મુદ્દે આકરો પ્રહાર

સાંસદે સૌથી આકરો પ્રહાર ધારાસભ્યના નિવાસસ્થાન અને ત્યાં ભરાતા વરસાદી પાણી અંગે કર્યો હતો. તેમણે જણાવ્યું કે “જે ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. જે વ્યક્તિ પોતાના ઘરમાં આવતું પાણી રોકી શકતી નથી, તે રાજ્યના રિવરલિંક પ્રોજેક્ટ્સ રોકવાની વાત કરે છે.”

2027માં વાંસદામાં ભાજપના વિજયનો દાવો

આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે (MP Dhaval Patel) ભવિષ્યવાણી કરતા જણાવ્યું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં વાંસદા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે. તેમણે કહ્યું કે જનતા હવે ખોટા વાયદાઓ અને ડંફાસોથી કંટાળી ગઈ છે અને વિકાસના મુદ્દે મતદાન કરશે. આગામી સમયમાં વાંસદામાં ભાજપનો ધારાસભ્ય બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના રાજકારણમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા

આ પણ વાંચો:વાંસદામાં 14 ફેબ્રુઆરીએ ભવ્ય આદિવાસી સંમેલન, સાંસદ ધવલ પટેલે જનતાને મોટી સંખ્યામાં હાજર રહેવા કરી અપીલ

આ પણ વાંચો:“સ્વર્ગ મળશે…” વાળા નિવેદનથી ખળભળાટ! સાંસદ ધવલ પટેલે કોંગ્રેસની ખરાબ માનસિકતાનો કર્યો પર્દાફાશ