World War/ શું ભારત બનશે શાંતિ દૂત? ઈરાની વિદેશ મંત્રી સાથે જયશંકરની વાતચીત બાદ ગરમાયું વિશ્વનું રાજકારણ

India ના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરીને મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ વાતચીતમાં પ્રાદેશિક સ્થિરતા, ભારતીય નાગરિકોની સુરક્ષા અને સમુદ્રી વેપાર માર્ગોની સલામતી પર ચર્ચા કરવામાં આવી હતી.

NATIONAL international Top Stories Trending
India

India’s Peace Move: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને અમેરિકાની એન્ટ્રી બાદ સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવા ગંભીર સમયે ભારતે (India) ફરી એકવાર શાંતિ દૂત તરીકેની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી (Seyed Abbas Araghchi) સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયેલ ઈરાન પર મોટા વળતા હુમલાની તૈયારી કરી રહ્યું છે. વાતચીતના મુખ્ય મુદ્દાઓ.

India

પ્રાદેશિક સ્થિરતા :

જયશંકરે ઈરાની વિદેશ મંત્રી સમક્ષ પશ્ચિમ એશિયામાં ઝડપથી બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે (India) સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને તેનાથી સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે.

ભારતીયોની સુરક્ષા: (India)

વાતચીતનો એક મુખ્ય એજન્ડા ઈરાન અને ઈઝરાયેલમાં વસતા હજારો ભારતીય નાગરિકોની સુરક્ષાનો હતો. જયશંકરે ખાતરી માંગી છે કે યુદ્ધ દરમિયાન ભારતીયોને (India) કોઈ નુકસાન ન પહોંચે અને જરૂર પડે તો તેમને વતન પરત લાવવામાં સહયોગ મળે.

India

હોર્મુઝની ખાડી અને સપ્લાય ચેઈન:

જયશંકરે સમુદ્રી માર્ગો ખાસ કરીને ‘હોર્મુઝની ખાડી’ માં વેપારી જહાજોની સુરક્ષા અંગે વાત કરી હતી. ભારત માટે તેલ અને ગેસની સપ્લાય અટકવી એ મોટી આર્થિક સમસ્યા બની શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી શકે છે.

ભારતે ઈરાનને અપીલ કરી છે કે તેઓ સંયમ રાખે અને રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે જેથી સ્થિતિ વધુ વણસે નહીં.

શા માટે મહત્વની છે આ વાતચીત?

ભારત (India) એવા ગણ્યાગાંઠ્યા દેશોમાંનું એક છે જેના ઈરાન અને ઈઝરાયેલ બંને સાથે ગાઢ સંબંધો છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં જે રીતે પીએમ મોદીએ મધ્યસ્થી કરી હતી, તેવી જ અપેક્ષા હવે મિડલ ઈસ્ટના મામલામાં પણ રાખવામાં આવી રહી છે. એસ. જયશંકરની આ પહેલ દર્શાવે છે કે ભારત (India) વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવા માટે સક્રિય છે.

એસ. જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી વચ્ચેની આ વાતચીત સૂચવે છે કે ભારત (India) પડદા પાછળ રહીને યુદ્ધ રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. આગામી દિવસોમાં જયશંકર ઈઝરાયેલ અને અમેરિકાના વિદેશ મંત્રીઓ સાથે પણ વાત કરી શકે છે.


આ પણ વાંચો:મધ્ય પૂર્વમાં વિનાશક યુદ્ધને કારણે 28 માર્ચ સુધી 850 થી વધુ ભારતીય ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો:અમેરિકામાં ભયંકર શિયાળુ વાવાઝોડાની ચેતવણી,એર ઈન્ડિયાએ ન્યૂ યોર્ક-નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી

આ પણ વાંચો:ફ્લાઇટ્સ રદ, ટ્રેનો મોડી ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું, નવા વર્ષે કેવું રહેશે હવામાન?