Gujarat News: ભારતના ચૂંટણીપંચે (Election Commission of India) જાહેર કરેલા આદેશ અનુસંધાને આજ રોજ સંદીપ સાગલે (Sandeep Sagale, IAS)એ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (Chief Electoral Officer, Gujarat) તરીકે ચાર્જ (Charge) સાંભળ્યો છે.

CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

સંદીપ સાગલે (Sandeep Sagale)એ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ સાંભળ્યો
પ્રથમ દિવસથી જ પ્રોએક્ટિવ એપ્રોચ દાખવતા તેમણે CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીઓ સાથે રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી (Electoral roll), મીડિયા સેલ, ફરિયાદ, આઈ.ટી. (IT) સહિતની વિવિધ શાખાઓના જવાબદાર અધિકારીઓ પાસેથી મુખ્ય નિર્વાચન અધિકારીએ વર્તમાન સ્થિતિનો તાગ મેળવી, જરૂરી સૂચનો આપ્યા હતા.

જેમાં તેમણે રાજયથી માંડી જિલ્લા સુધી તમામ સ્તરે તાલીમ સુયોગ્ય રીતે થાય તેના પર ભાર મુક્યો હતો. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા તાકીદ કરી હતી.
આમ, આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ (Elections), મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણા સહિતના વિવિધ આયોજનો માટે મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર સ્ટાફ સજ્જ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: મહાનગરપાલિકાની ચૂંટણી માટે 250થી વધુ અધિકારીઓની નિમણૂક, રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું લિસ્ટ
આ પણ વાંચો: ચૂંટણી પંચની SIR ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર: 27 જિલ્લામાં 100% ચકાસણી પૂર્ણ
આ પણ વાંચો: અમદાવાદ શહેર-જિલ્લાના મત વિસ્તારોમાં તા. 7મી ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે
