Banaskantha News/ બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, 3 વર્ષથી બ્લેકમેલ કરી યુવતી પર અત્યાચાર

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં યુવતીને લાંબા સમયથી બ્લેકમેલ કરી દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Breaking News
Rape

Banaskantha News:બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા વિસ્તારમાં એક યુવતીને લાંબા સમયથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને મહિલા સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.પીડિત યુવતીની ફરિયાદ મુજબ,આરોપી અર્જુનસિંહ વાઘેલા તેને છેલ્લા ત્રણ વર્ષથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરી રહ્યો હતો.

બ્લેકમેલ કરી દુષ્કર્મ (Rape) આચરતો હોવાનો આરોપ

Rape

આરોપીએ યુવતીના અંગત ફોટા અને વીડિયો લઈને તેને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજાર્યા હતા. યુવતીએ લાંબા સમય સુધી ડર અને શરમના કારણે મૌન રાખ્યું હતું, પરંતુ આખરે હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો.
ફરિયાદ મળતાં જ શિહોરી પોલીસ સ્ટેશને ત્વરિત કાર્યવાહી કરી આરોપી અર્જુનસિંહ વાઘેલાને દબોચી લીધો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Rape

આ પહેલા અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (Rape) આચરવામાં આવ્યું હતું, જેને લઈ 2022માં ફરિયાદ નોંધાયા બાદ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી હતી.માહિતી મુજબ દુષ્કર્મના આરોપીએ અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસને આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા કોર્ટમાં જમા કરાવ્યા બાદ અદાલતે આરોપીને આજીવન સજા ફટકારી હતી તેમજ રૂપિયા 50000નો દંડ ફટકાર્યો હતો.પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલતો હતો.જ્યાં આરોપી મોતી નામના આરોપીએ ફૂલ જેવી દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. કૃત્ય આચરી ફરાર થઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાપીમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા