વિડીયો વાયરલ/ સુરતના ડુમસ વિસ્તારમાં એક ગરબા ગ્રુપે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી કર્યા ગરબા

સંક્મ્રણ ઓછુ થતા થોડા દીવસ અગાઉ જ ડુમસ બીચ પર પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહી શની અને રવિવારની રજાના દિવસે સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડે છે અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે.

Top Stories Gujarat

સંજય મહંત, સુરત@ મંતવ્ય ન્યૂઝ

સુરતના ડુમસ વિસ્તારમાં એક ગરબા ગ્રુપે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી ગરબા કર્યા હતા. આ સમગ્ર વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ આ વિડીયો અંગે પોલીસે તપાસ શરુ કરી છે.સુરતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા. જેને લઈને લોકોની ભીડ ભેગી ન થાય તે માટે ડુમસ બીચ પર પ્રતિબધ મુકવામાં આવ્યો હતો. અને સંક્મ્રણ ઓછુ થતા થોડા દીવસ અગાઉ જ ડુમસ બીચ પર પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહી શની અને રવિવારની રજાના દિવસે સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડે છે અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે.

ડુમસ ખાતે આવેલા બીચ પર એક ગરબા ગ્રુપે ફિલ્મી ગીતો પર ગરબા કર્યા હતા. જેમાં કોઈ પણ જાતનું શોશ્યલ ડીસ્ટન્ટ જળવાયું ન હતું. એટલું જ નહી હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું. આ વિડીઓ વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. ડુમસ પી.આઈ.એ જણાવ્યું હતું કે વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવશે. અને તપાસ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

સંક્મ્રણ વધી શકે છે

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ૨ હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા હતા. અને એક તબક્કે બેડની અછત પણ સર્જાઈ હતી. જેને લઈને વિવિધ વિસ્તારોમાં કોવીડ કેર સેન્ટર પણ શરુ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે સંક્મ્રણ ઓછુ થતા જ લોકો બેદરકાર બન્યા છે.અને આવી રીતે કોરોનાના નિયમની ધજીયા ઉડાવી જાણે ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે લોકોની આવી બેદરકારી ફરી એક વખત સંક્મ્રણ વધારી શકે છે.