બોલીવુડ ન્યુઝ/ અનન્યા પાંડેના આ ફોટા સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યા છે..

અનન્યા પાંડેએ આ ફોટોશૂટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. તેણે કારમાં બેસીને આ ફોટોશૂટ કરાવ્યું.

Entertainment

બોલિવૂડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. બીજી બાજુ, અનન્યા પાંડે ટૂંક સમયમાં વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ ‘લાઈગર’માં જોવા મળશે. જેના માટે તે ઘણી ચર્ચામાં રહે છે. આ દરમિયાન અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તેનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે. એટલું જ નહીં, ચાહકો અને સેલિબ્રિટીઝ પણ અનન્યા પાંડેના આ ફોટાઓ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

અનન્યા પાંડેએ આ ફોટોશૂટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. તેણે કારમાં બેસીને આ ફોટોશૂટ કરાવ્યું. તેની આ અલગ સ્ટાઇલ જબરદસ્ત દેખાય છે. આ તસવીરો શેર કરતી વખતે અનન્યા પાંડેએ લખ્યું છે કે, ‘ફક્ત હું અને તારઝાન ધ વન્ડર કાર’. મહિપ કપૂરે અનન્યા પાંડેના આ ફોટા પર કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરી છે. આ સાથે ઈશાન ખટ્ટરે પણ એક અલગ રીતે ટિપ્પણી કરી છે. તેના આ ફોટોશૂટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડેએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ તે કાર્તિક આર્યન અને ભૂમિ પેડણેકર સાથે ‘પતિ પત્ની ઓર વો’માં જોવા મળી હતી. તાજેતરમાં જ અનન્યા પાંડે અભિનેતા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ખાલી પીલી’માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી. હવે તેની આગામી ફિલ્મ ‘લાઇગર’ છે.