કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધમાકાનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. કાર્તિક આર્યન આ ફિલ્મમાં પત્રકાર અર્જુન પાઠકની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરમાં કાર્તિક ખૂબ જ તીવ્ર રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના નિર્દેશક રામ માધવાની છે. કાર્તિક આર્યન ફિલ્મમાં એક અલગ ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને ચોક્કસ અભિનેતાના પરિવર્તનથી ચાહકોને આશ્ચર્ય થયું છે. સ્વાભાવિક છે કે કાર્તિકે અત્યાર સુધી રોમેન્ટિક-કોમેડી ફિલ્મોથી લોકોના દિલ જીતી લીધા છે. આવી સ્થિતિમાં ‘ધમાકા’ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : ફરી એકવાર પડદા પર રામની ભૂમિકા નિભાવશે અરુણ ગોવિલ, અક્ષય કુમારની આ સુપરહિટ ફિલ્મમાં મળશે જોવા
નોંધપાત્ર બાબત એ છે કે પ્રેક્ષકોએ કાર્તિકને પહેલા ક્યારેય આવી ભૂમિકામાં જોયા નથી. આ કારણે, ચાહકો તેના આ નવા અવતારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ટ્રેલરે દર્શકોને દરેક વસ્તુની ઝલક આપી છે જે તેમને ફિલ્મમાં જોવા મળશે. અભિનેતાએ પોતાની જાતને સંપૂર્ણપણે પાત્રમાઢાળી દીધી છે. ‘ધમાકા’માં, કાર્તિક અર્જુન પાઠકની ભૂમિકા ભજવે છે, જે એક નિષ્ઠુર ભૂતપૂર્વ ન્યૂઝ એન્કર છે, જેને તેના રેડિયો શોમાં ભયજનક કોલ આવે છે અને કારકિર્દીમાં પુનરાગમન કરવાની તક જુએ છે. જોકે, અર્જુન પાઠકે પણ આ માટે મોટી કિંમત ચૂકવવી પડે છે.
https://www.instagram.com/tv/CVMxmLYjXuG/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :એક્ટ્રેસ યુવિકા ચૌધરીની થઈ ધરપકડ, લગાવવામાં આવ્યા છે આ આરોપ
એક સોલિડ ઇમ્પેક ઉભી કરતા ટ્રેલરે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. કાર્તિકના અભિનયની પ્રશંસા કરતા ચાહકો રોકી શકતા નથી. રામ માધવાણી તેમના કલાકારોમાં શ્રેષ્ઠ લાવવા માટે જાણીતા છે અને ‘ધમાકા’નું ટ્રેલર જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે આ કાર્તિક આર્યનનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે!
આ પણ વાંચો : રેમો ડિસોઝા તેની ડાન્સ એકેડેમી વહેલી તકે શરૂ કરશે,કોરોનાના લીધે પ્લાન ડિલે થયો
આ પણ વાંચો :બર્થ ડે પાર્ટીમાં હેમા માલિનીએ પતિ ધર્મેન્દ્ર સાથે કર્યું ટ્વિનિંગ, દીકરી ઈશાને ખવડાવી કેક
આ પણ વાંચો :શા માટે ફેબ્રુઆરીમાં અચાનક બંધ કરવો પડ્યો હતો શો, કપિલ શર્માએ જણાવ્યું અસલી કારણ
