Gujarat Weather News: બંગાળની ખાડી (Bay of Bengal)માં ચક્રવાતનાં કારણે અરબી સમુદ્ર (Arab Sea)માંથી આવતા ભેજ (Humidity)ને કારણે 10 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન (Weather) બદલાશે. ગુજરાતના કેટલાક ભાગો જેમ કે, નવસારી, સુરત અને આસપાસના વિસ્તારોમાં હવામાન બદલાશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલ્ટો આવશે.
રાજયમાં હિટવેવ સાથે માવઠાની (Unseasonal rainfall) આગાહી કરવામાં આવી છે. ટ્રફ, સાયક્લોનિક સરકર્યુલેશનથી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે છુટાછવાયો વરસાદ પડશે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન (IMD) નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 4 થી 11 એપ્રિલ સુધી હવામાન બદલાશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ (Rain)ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડું આવી શકે છે. 10 થી 13 એપ્રિલ દરમિયાન પવન ફૂંકાય તેવી શક્યતા છે. એપ્રિલમાં ભારે પવન, તોફાન અને ચક્રવાત રહેશે. અંબાલાલના મતે, 14 એપ્રિલથી બંગાળની ખાડીમાં વાવાઝોડું (Cyclone) શરૂ થશે. 10થી 18 મે દરમિયાન આરબ દેશોમાંથી વાવાઝોડું આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્ર દરમિયાન 4 જૂન સુધી કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં પણ વરસાદ (Rain) પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગે (IMD) આજથી ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાં (Unseasonal Rainfall)ની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપો (Western Disturbance)ના કારણે 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
ગઈકાલે ડાંગ (Dang) જિલ્લાના આહવા (Aahva)માં વરસાદનાં અમી છાંટણા (Scattered Rain) પડ્યાં હતા. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ભારતીય હવામાન (IMD)ની આગાહી મુજબ ડાંગમાં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેવાની સંભાવના છે. ડાંગ ગિરિમથક સાપુતારા (Saputara)માં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. ભરઉનાળે ગરમીથી ડાંગ (Dang)ના લોકોને રાહત મળી હતી.
1 એપ્રિલે અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, 3 એપ્રિલે તાપી અને નર્મદામાં કમોસમી વરસાદ (Unseasonal Rainfall)ની આગહી કરવામાં આવી છે.
આગાહીને કારણે ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાયા છે કારણ કે આ સમયગાળા દરમિયાન તેમના ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના છે. કમોસમી વરસાદ ખેતી માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર કરી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન પલટાની આગાહી કરી છે.
આ પણ વાંચો:બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે ગુજરાતના આ જીલ્લાઓમાં જોવા મળશે તેની માઠી અસર
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત
આ પણ વાંચો:માર્ચના છેલ્લા દિવસોમાં આવશે વાતાવરણમાં પલટો, કેટલું રહેશે ગુજરાતનું તાપમાન…