Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પીરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જી.આઈ.ડી.સી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા(કોઠ) મંદિર, સાણંદ જી.આઈ.ડી.સીમાં આવેલ ટાટા પ્લાન્ટ તથા થલતેજના પેલેડિયમ મોલ ખાતે બપોરે 4.00 થી 08.15 દરમિયાન આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવશે. અમદાવાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બ્લેકઆઉટ (Blackout)નો સમય રાત્રિના 8.30થી 9.00 રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ 8 સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ (Civil Defence Mock drill)ના યોગ્ય આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ તમામ વિભાગો સાથે સંકલન કરીને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 7મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ 18 જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ જુદાં જુદાં 10 સ્થળોએ મોકડ્રીલ (Mock drill) યોજાશે.
આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી
આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો
આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક
