Defence news ભારતે બુધવારના રોજ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદુર હેઠળ એર સ્ટ્રાઈક કરી તેના વીડિયો અને ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. જે સેના, વાયુ સેના અને નૌ સેના તરફથી પાકિસ્તાન અને Pokમાં 9 આતંકી સ્થળો પર કરાયેલા ઓપરેશનના કેટલાક કલાકો બાદ સામે આવ્યા છે.
ઓપરેશનની જોઈન્ટ મીડિયા બ્રીફિંગ દરમિાયન વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ બુધવારના રોજ 22 એપ્રિલે 26 લોકોનો જીવ લેનારા ઘાતક પહેલગામ હુમલામાં ભારતની પ્રતિક્રિયા વિશે જાણકારી આપી હતી.
#WATCH | Delhi | #OperationSindoor| Col. Sofiya Qureshi, while addressing the media, presents videos showing destroyed terror camps, including Mehmoona Joya camp, Sialkot, which lies 12-18 km inside Pakistan.
It’s one of the biggest camps of Hizbul Mujahideen. It is one of the… pic.twitter.com/g44j5c1NeH
— ANI (@ANI) May 7, 2025
તેમણે હુમલાના વીડિયો અને જમીન પર કરાયેલી કેટલીક ઘટનાઓની વિગતો શેર કરી હતી. કર્નલ સોફિયા કુરેશીએ મીડિયાને સંબોધન કરતા આતંકી કેંમ્પને તબાહ કરવાના વીડિયો રજૂ કર્યા હતા. જેમાં સિયાલકોટનું મહમૂના જોયા કેમ્પ પણ શામેલ છે. જે પાકિસ્તાનની અંદર લગભગ 12થી 18 કિમી દૂર સ્થિત છે.
#WATCH | Video shows multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJK
Col. Sofiya Qureshi says, “No military installation was targeted, and till now there are no reports of civilian casualties in Pakistan.” pic.twitter.com/zoESwND7XD
— ANI (@ANI) May 7, 2025
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, કોઈ પણ સૈન્ય ઠેકાણાને નિશાને નથી લેવાયું અને હજુ સુધી કોઈ પાકિસ્તાની નાગરીકની જાનહાનિના સમાચાર નથી. વિંગ કમાંડર સિંહે કહ્યું કે, પહેલગામ આતંકી હુમલામાં પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે સેના દળોએ ઓપરેશન સિંદૂર કર્યું હતું.
સેના અનુસાર લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ જેવાં આતંકવાદી સમૂહોના 21 ઠેકાણાઓને ભારતે નિશાનો બનાવ્યો હતો.
1 સવાઈ નાલા
2 સૈયદ ના બિલાલ
3 મસ્કર એ અક્સા
4 ચેલાબંદી
5 અબ્દુલા બિન મસૂદ
6 દુલઈ
7 ગઢી હબીબુલ્લાહ
8 બતરાસી
9 બાલાકોટ
10 ઓધી
11 બીઓઆઈ
12 શિવસેના
13 ગુલપુર
14 કોટલી
15 બરાલી
16 ડુંગી
17બરનાલા
18 મહમૂના જોયા
19 સરજલ
20 મુર્દિકા
21 બહાવલપુર
તેમણે જણાવ્યું કે, નવ આતંકી કેમ્પને નિશાને લેવામાં આવ્યું હતું અને તેને સફળતાપૂર્વક નષ્ટ પણ કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારોની પસંદગી એ માટે કરવામાં આવી કેમ કે, સિવિલ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરને કોઈ નુકશાન ન થાય અને કોઈ નાગરિકનો જીવ ન જાય.
આ પણ વાંચો:Operation Sindoor: ભારતના હવાઈ હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે
આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા પણ થઈ હતી મોક ડ્રીલ, 1965-1971માં શું થયું હતું…
આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક
