IPL 2021/ મુંબઈની ટીમે માત્ર 8.2 ઓવરમાં રાજસ્થાનને હરાવી Playoff માં આવવાની આશા રાખી જીવંત

મુંબઈને રાજસ્થાન તરફથી 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમે કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

Top Stories Sports

બોલરો બાદ ટોચનાં ક્રમનાં બેટ્સમેનોનાં જોરે મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. મુંબઈ માટે, તે ‘કરો અથવા મરો’ જેવી સ્થિતિ હતી અને ટીમે અહીં જીત નોંધાવીને પ્લેઓફમાં સ્થાનની આશા જીવંત રાખી હતી. મુંબઈને રાજસ્થાન તરફથી 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમે કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. વિકેટકીપર અને ઓપનર ઈશાન કિશન ટીમ માટે આ મેચમાં હીરો સાબિત થયો હતો, જેણે માત્ર 25 બોલમાં પાંચ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 50 રનની અજેય મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તેના સિવાય રોહિતે 13 બોલમાં 22 રન બનાવ્યા હતા.

https://twitter.com/IPL/status/1445444107434823680?s=20

આ પણ વાંચો – T 20 વર્લ્ડકપ / ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાહકોના ધબકારા સાથે, પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધારશે

70 બોલ બાકી હતા ત્યારે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે હરાવ્યા બાદ, મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે તેમની ટીમ વધુ સારા રન-રેટને ધ્યાનમાં રાખીને આ રીતે મેચ જીતવાના ઈરાદા સાથે આવી હતી. મુંબઈએ જીત માટે 91 રનનો લક્ષ્યાંક 8.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. તે હવે 13 મેચમાંથી 12 પોઈન્ટ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પ્લેઓફમાં ચોથા સ્થાને છે. KKR રન રેટનાં આધારે ચોથા સ્થાને છે જ્યારે મુંબઈ આ જીત બાદ પાંચમાં સ્થાને છે. બંનેએ વધુ એક મેચ રમવાની છે. રાજસ્થાન રોયલ્સ સામેની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, “અમે અહીં માત્ર બે પોઈન્ટ લેવા આવ્યા હતા અને રન રેટમાં પણ સુધારો કરવાનું હતુ. અમારી શરૂઆત સારી હતી જેનાથી કામ સરળ બન્યું. “હવે મુંબઈ ઈન્ડિયન્સે માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સને પછાડવાનું નથી, પણ રાજસ્થાન રોયલ્સનાં પરિણામ પર પણ નજર રાખવી પડશે. ઈશાન કિશન, જે ખરાબ ફોર્મનાં કારણે કેટલીક મેચમાંથી બહાર રહ્યો હતો, તેણે 25 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. ઈશાન કિશનનાં અભિનયથી રોહિત શર્મા પણ ખુશ દેખાતો હતો. રોહિતે કહ્યું, “ઈશાન થોડી મેચ બાદ રમી રહ્યો હતો અને અમે ઈચ્છતા હતા કે તે આવી ઈનિંગ્સ રમે. અમે ઈચ્છતા હતા કે તે તેના શોટ રમે, જે તેણે કર્યું.”

https://twitter.com/IPL/status/1445436930162774017?s=20

આ પણ વાંચો – Sports / ઈંગ્લેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો, સ્ટાર ઓલરાઉન્ડર IPL 2021 અને T 20 વર્લ્ડ કપમાંથી બહાર

પ્લેઓફમાં પહોંચવાની તેની સંભાવનાઓ વિશે વાત કરતા રોહિતે કહ્યું, “તમામ ટીમો એકબીજાને હરાવવા માટે સક્ષમ છે. સારી વાત એ છે કે KKR અમારી સામે રમી રહ્યું છે, તેથી અમને ખબર રહેશે કે શું કરવું.” નોંધપાત્ર રીતે, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ 7 ઓક્ટોબરનાં રોજ શારજાહમાં રમાશે. તે મેચ નક્કી કરશે કે મુંબઈ ઈન્ડિયન્સ માટે શું સ્થિતિ રહેશે. મુંબઈએ પોતાની છેલ્લી મેચ 8 ઓક્ટોબરે અબુધાબીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.