Ahmedabad News/ અમદાવાદમા મહિલા ડ્રાઇવર સાથે પોલીસકર્મીનું અશોભનીય વર્તન

અમદાવાદમાં એક ટ્રાફિક પોલીસ (Traffic Police) અધિકારીએ મહિલાને થપ્પડ માર્યો અને ગુસ્સામાં તેને ધમકી આપી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Traffic Police

Ahmedabad News: અમદાવાદમાં એક ટ્રાફિક પોલીસ (Traffic Police) અધિકારીએ એક મહિલાને લાફો મારવાની ઘટના સામે આવી છે.આ મહિલાને પોલીસ અધિકારીએ એટલે લાફો માર્યો કારણ કે આ મહિલાથી પોલીસ આઈડી કાર્ડ જમીન પર પડી ગયું હતું.માહિતી અનુસાર બંસરીએ તેને બાજુ પર ખસી જવાનું કહ્યું ત્યારે ટ્રાફિક પોલીસ અધિકારી ગુસ્સે થઈ ગયો હતો. અરજી મુજબ, વાસણાના રહેવાસી બંસરી ઠક્કર નામની એક મહિલા ગઈકાલે (19 ડિસેમ્બર) જંકશન પાર કરી રહી હતી.

એક ટ્રાફિક પોલીસ (traffic police) અધિકારીએ તેને રોકી અને તેનું લાઇસન્સ માંગ્યું હતું. બંસરીએ તેને તેનું લાઇસન્સ આપ્યું. ત્યારબાદ બંસરીએ તેને બાજુ પર ખસી જવાનું કહ્યું ત્યારે ટ્રાફિક પોલીસ (traffic police) અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને ઊચા અવાજે વાત કરવા લાગ્યો. બંસરીએ તેને પૂછ્યું, “જો તમે પોલીસ અધિકારી છો, તો તમે આવી રીતે વાત કેમ કરી રહ્યા છો?”

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) અધિકારી ભૂલ્યો ભાન

બંસરીએ કહ્યું તમારું આઈડી કાર્ડ બતાવો ત્યારે  અધિકારીએ તેને પોતાનું આઈડી બતાવ્યું હતું, જેને જોઈને બંસરી તેને પાછું આપી રહી હતી ત્યારે આઈડી કાર્ડ જમીન પર પડી ગયું હતું. આઈડી પડી જતાં અધિકારી ગુસ્સે થઈ ગયો હતો અને બંસરીનો હાથ પકડી લીધો હતો, એટલુજ નહીં તેના વાહનને લાત મારી અને કાર્ડ ઉપાડીને તેને પાછું આપવા પણ કહ્યું હતું. પોલીસે તેના પર હાથ પણ ઉપડયો હતો અને અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો.

ત્યારબાદ મહિલા પોલીસ અધિકારીએ તેને ધમકી આપી અને તેને પાછી મોકલી દીધી, અને કહ્યું કે તે વળતી ફરિયાદ નોંધાવશે. ટ્રાફિક  પોલીસ (traffic police) અધિકારી અસંસ્કારી હતો અને અપશબ્દોનો ઉપયોગ કરતો હતો. એટલું જ નહીં, અધિકારીએ વારંવાર બંસરીને થપ્પડ મારી, જેનાથી તેની આંખોમાંથી લોહી નીકળ્યું હતું.એટલુંજ નહીં તેના કાન અને ગાલ પર પણ ઈજા થઈ હતી, જેના કારણે તે ગભરાઈ ગઈ, અને 112 પર ફોન કર્યો. ત્યારબાદ તે ફરિયાદ નોંધાવવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા. જોકે, પાલડી પોલીસ સ્ટેશનના PSIએ તેને ધમકી આપી અને તેની ફરિયાદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

જ્યારે તે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા PSI પાસે ફરિયાદ નોંધાવવા ગયા, ત્યારે મહિલા અધિકારીએ પણ તેને ધમકી આપી અને તેને વળતી ફરિયાદ નોંધાવવાનું કહીને મોકલી દીધા હતા. બંસરીએ રાત્રે 11:50 વાગ્યે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી. આ મામલો ટ્રાફિક સંબંધિત હતો, તેથી તેને ટ્રાફિક પોલીસ (traffic police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવ્યું. પાલડી પોલીસ સ્ટેશનના PI અનુસાર  આ મામલો ટ્રાફિક સંબંધિત હતો, તેથી તેમને ટ્રાફિક પોલીસ (traffic police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવ્યું હતું, અને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હોવાથી ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના કારણે બંને પક્ષો એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ને નવી જવાબદારી