Surat News/ ડ્રીંક એન્ડ ડ્રાઇવનાં ગુનામાં પકડાયેલા સુરતના ઉદ્યોગપતિને કલાકોમાં છોડી દેવાયો

ચાલુ કારે દારૂ પિતા પકડાયેલા વત્સલ નાયકે ઉમરા પોલીસ સાથે દાદાગીરી કરતા પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ……

Top Stories Gujarat Surat Breaking News

@દિવ્યેશ પરમાર

Surat News: ડ્રીંક એન્ડ ડ્રાઇવનાં ગુનામાં પકડાયેલા સુરતના ઉદ્યોગપતિને રાજકીય દબાણમાં કલાકોમાં છોડી દેવાયો છે. સુરત સચિન જીઆઇડીસી સ્થિત કેમિકલ મેન્યુફેકચર્સ એવા મહાવીર સિંથેથીસ પ્રા .લી.અને હેઝારડર્સ સોલીડનો નિકાલ કરતી કંપની મહાવીર ઇકો પ્રોજેક્ટ પ્રા.લી.નાં માલિક વત્સલ દિનકર નાયક કે જેઓ સાઉથ ગુજરાત કેમિકલ મેન્યુફેકચર્સ એસોસિયેશનના પ્રમુખ પણ છે તેઓ ગત રોજ લક્ઝુરિયસ વોલ્વો કારમાં દારૂ પીતા પકડાયા હતા.

ચાલુ કારે દારૂ પિતા પકડાયેલા વત્સલ નાયકે ઉમરા પોલીસ સાથે દાદાગીરી કરતા પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરી સબક શીખવ્યો અને દારૂના નશામાં પોલીસને ગાળો આપનાર વત્સલની ઉમરા પી.આઈ.એ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જાણ કરતા પ્રથમ ગુનો દાખલ કરી દેવાયો છે.

જોકે, ત્યારબાદ સરકારનાં મંત્રી અને ધારાસભ્યનો ફોન આવતા રાતે જ પોલીસ સ્ટેશનમાં જમીન આપી મુક્ત કરી દેવાયા. જોકે સવાલ એ થાય કે આવી જ કોઈ ઘટના કોઈ સાધારણ વ્યક્તિ સાથે થઈ હોય તો પોલીસ સ્ટેશનથી કલાકોમાં તેઓને જામીન મળે ખરા? ??



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…