અકસ્માત/ ટેકઓફ દરમિયાન અકસ્માત સર્જાતા વિમાનમાં લાગી આગ,અનેક મુસાફરો ઇજાગ્રસ્ત

ચીનના ચોંગકિંગમાં ગુરુવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન તિબેટ એરલાઈન્સનું એક વિમાન રનવે ઓળંગી ગયું હતું.

Top Stories World

ચીનના ચોંગકિંગમાં ગુરુવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન તિબેટ એરલાઈન્સનું એક વિમાન રનવે ઓળંગી ગયું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ફ્લાઈટ ચોંગકિંગથી તિબેટના લ્હાસા જવાની હતી. જોકે, રનવે પરથી ઉતરીને પ્લેન થંભી ગયું ત્યાં સુધીમાં તેમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ચીનના સત્તાવાર અખબાર પીપલ્સ ડેઈલી અનુસાર, વિમાનમાં 113 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર સવાર હતા. રાહત અને બચાવકર્મીઓએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેઓને પણ ઈજા થઈ છે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેન આગમાં સળગતું જોઈ શકાય છે. જો કે આ ઘટનાની અન્ય કેટલીક તસવીરોમાં પણ ફાયર ફાઈટર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા દેખાઈ રહ્યા છે.