Gujarat Weather/ અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી

અમદાવાદમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી………

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી રેઈનકોટ, છત્રીનો શહેરીજનો ઉપયોગ કરી રોજીંદા કામો માટે નીકળી પડેલા જોવા મળ્યા છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમીધારે વરસાદ આવ્યો છે. વસ્ત્રાપુર, વસ્ત્રાલ, નિકોલ, શાહીબાગ, આશ્રમરોડ, વાડજ, બાપુનગર, સરખેજ, વાસણામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જશોદાનગર, પ્રહલાદનગર, સોલામાં પણ મેઘરાજા વરસ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફુટ સુધી પહોંચી છે.

વાસણા બેરેજના 3 દરવાજા એક ફુટ ખોલાતા જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. તંત્રએ કહ્યું કે, હાલ કોઇ જોખમ નથી. પરંતુ નદીપારના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવાઇ છે. વાસણા ડેમમાં પાણીની આવક થતાં સાબરમતી નદીકિનારે આવેલા દસક્રોઇ અને ધોળકા સહિતના તાલુકાઓમાં સાવધાની રાખવા સૂચના અપાઇ છે.

અત્યારે બેરેજના 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે. ડેમની નજીક આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા પણ સૂચના અપાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….

આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ