Surat News/ “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ

૫૦૦, ૨૦૦, ૧૦૦ દરની પ્રિન્ટ કરેલી બનાવટી ચલણી નોટો છાપવા મૂકી

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 08 11T161653.876 "ફરજી" વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ

Surat News : શાહિદ કપૂરની ફેમસ વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં. બી-૫૦૬માં રહેતો કરણ ગુણવંતભાઈ વાહેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરતા રત્ન કલાકારની કલાકારી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી..સુરત જિલ્લામાં નકલી ચલણી નોટો પકડાવવાનો સિલસિલો યથાવત છે. કામરેજ ગામેથી પોલીસે નકલી ચલણી નોટો ઝડપી લીધી છે. 500ના દરની 68 નોટો, 200ના દરની 114 નોટો અને 100ના દરની 32 નોટો જપ્ત કરવામાં આવી છે.

શાહિદ કપૂરની ફેમસ વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં. બી-૫૦૬માં રહેતો કરણ ગુણવંતભાઈ વાહેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરતા રત્ન કલાકારની કલાકારી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે રત્નકલાકારના રૂમ માંથી ૫૦૦નાં દરની ૬૮ નંગ નોટો, ૨૦૦ના દરની ૧૧૪ નંગ નોટો, ૧૦૦નાં દરની ૩૨ નંગ નોટો મળી કુલ ૨૧૪ બનાવટી ચલણી નોટો મળી આવી હતી.તેમજ ૫૦૦, ૨૦૦, ૧૦૦ દરની પ્રિન્ટ કરેલી બનાવટી ચલણી નોટો છાપવા મૂકી હતી. જે જોઈને પોલીસે પૂછપરછ કરતા રત્ન કલાકારે બનાવટી નોટો છાપતો હોવાનું કબુલ્યું હતું.

જેને લઈને પોલીસે બનાવટી નોટોના મુદામાલ સાથે કુલ ૧,૫૬,૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી જ રત્નકલાકાર નામે કરણ વાઢેરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.મુખ્ય સુત્રધાર રત્નકલાકાર કરણ વાઢેરે ફર્ઝી વેબસિરિઝ જોઈ બનાવટી ભારતીય ચલણી નોટો છાપવા પ્રેરાયો હતો. તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરી અલગ અલગ જગ્યાએ માર્કેટમાં પાંચ મહિનાથી ટુકડે ટુકડે ડુપ્લિકેટ નોટ ફરતી કરતો હતો હાલ તો પોલીસે આરોપી કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ પર કોંગ્રેસે તાત્કાલિક પગલા લેવા કરી માગ

આ પણ વાંચો:અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ

આ પણ વાંચો:વકફ બિલ: બહુમતી હોવા છતાં બિલને JPCને મોકલવાનું કારણ શું છે?