Vadodara News: વડોદરા (Vadodara)માં બાળકી સાથે શારીરિક અડપલા (Assault) કરાયાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. 6 વર્ષની બાળકી સાથે અજીત નામના શખ્સે અડપલા કરતા બાળકીની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી અગાસીમાં રમતી હતી ત્યારે અજિત નામના શખ્સે બાળકીના ગુપ્તાંગે સ્પર્શ કર્યો હતો. શારીરિક અડપલા કરતા બાળકીના ભાઇએ ઘરે કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બાળકીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને પરિવાર મકરપુરામાં રહે છે. બાળકીની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશન (Makarpura Police Station)માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજિત નામના શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
અગાઉ ભાવનગર (Bhavnagar)ના પાલિતાણામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો હતો. ભાવનગરમાં સ્કૂલવાનના ડ્રાઈવરે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કરતા ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ 13 વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ડ્રાઈવરે ગંદી હરકતો કરી શારીરિક અડપલા કર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જૈન સમાજના આગેવાનોએ ડ્રાઇવર જાહિદ કાજી સામે ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાંમાં સ્કૂલ વાનચાલક સામે શારીરિક અડપલાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે સ્કૂલ વાન ચાલક જાહિદ કાજી સામે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદ : 15 વર્ષની સગીરા સાથે સાવકા પિતાએ કર્યા અડપલા
આ પણ વાંચો:સુરતમાં 68 વર્ષીય વૃદ્ધે સગીરા સાથે કર્યા અડપલા, આખરે પકડાયો
આ પણ વાંચો:તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં
